દિલ્હીમાં " જૂતા બોમ્બ"થી બ્લાસ્ટ કરવામાં આવ્યો? 'શેતાનની મા-TATP'નો પણ કરાયો ઉપયોગ
ગત સોમવારે દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા શક્તિશાળી વિસ્ફોટ અંગે એક નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ-મો

ગત સોમવારે દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા શક્તિશાળી વિસ્ફોટ અંગે એક નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આત્મઘાતી બોમ્બર ડો. ઉમરે વિસ્ફોટ માટે "શૂ બોમ્બ" નો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી થકી નિર્દેશ કરે છે કે, વિસ્ફોટ સ્થળ પરથી મળેલી વસ્તુઓ અને એકત્રિત કરેલા પુરાવાઓમાં, તપાસ એજન્સીઓએ ઉમરની i20 કારમાંથી મળેલા જૂતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં અત્યંત ખતરનાક વિસ્ફોટક TATP ના નિશાન હતા, જેને "શેતાનની માતા" તરીકે પણ ઓળખવામાં આવે છે.
TATP (ટ્રાયસેટોન ટ્રાઇપેરોક્સાઇડ) ખૂબ જ સંવેદનશીલ છે અને સહેજ ઘર્ષણ અથવા ગરમીથી તેનો વિસ્ફોટ થઈ શકે છે. એટલા માટે તેને "શેતાનની મા" તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉમરના જૂતા અને ટાયર પર TATPના નિશાન મળી આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે,આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમરે પોતાની કારમાં વિસ્ફોટ કરવા માટે પોતાના પગરખાંમાં TATP રાખ્યું હશે.
વિસ્ફોટની તપાસ કરી રહેલી ટીમોએ એ પણ પુષ્ટિ આપી છે કે જૈશના આતંકવાદીઓએ મોટા હુમલા માટે મોટી માત્રામાં TATPનો સંગ્રહ કર્યો હતો. લાલ કિલ્લા વિસ્ફોટમાં TATP અને એમોનિયમ નાઈટ્રેટનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ધમાકા પહેલા ફરીદાબાદમાં બે આતંકવાદી ડોક્ટરોના ઠેકાણાઓમાંથી આશરે 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો મળ્યો હતો.
લાલ કિલ્લા નજીક વિસ્ફોટમાં વપરાયેલી કાર જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ડૉક્ટર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો. ઉમર એક 'વ્હાઇટ કોલર' મોડ્યુલનો સભ્ય હતો જેનો પર્દાફાશ મુખ્યત્વે હરિયાણાના ફરીદાબાદથી વિસ્ફોટકો મળ્યા પછી થયો હતો. મોડ્યુલના કેટલાક આતંકવાદીઓની ધરપકડ બાદ ઉમર વિસ્ફોટકો સાથે પોતાની કાર લઈને લાલ કિલ્લા પાસે પહોંચીને આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો.
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા હતા. ઉમર વોટર કોલર મોડ્યુલનો એક આતંકી હતો જેનો ભાંડાફોડ હરિયાણાના ફરિદાબાદમાંથી મળેલા વિસ્ફોટકો મળ્યા બાદ થયો હતો. મોડ્યુલના કેટલાક આતંકિયોની ધરપકડ બાદ ઉમર પોતાની ગાડીમાં વિસ્ફોટકો લઈને નીકળ્યો અને લાલ કિલ્લા પાસે રસ્તા વચ્ચે ધમાકો કરી દીધો.








