મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વિદિશામાં ઠંડીનો ચમકારો

સોર્સ: gstv

મધ્યપ્રદેશના વિદિશામાં ઠંડીનો ચમકારો વધવાની સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે. તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. હવામાનમાં આવેલા આ ફેરફારથી સ્થાનિક લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો