મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મૌલાના ભૂલી ગયા કે રાજ્યમાં કોની સત્તા છે', બરેલી બબાલ મુદ્દે સીએમ યોગીનો સખ્ત સંદેશ

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી ધમાલ મચી હતી. આ મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું

'મૌલાના ભૂલી ગયા કે રાજ્યમાં કોની સત્તા છે', બરેલી બબાલ મુદ્દે સીએમ યોગીનો સખ્ત સંદેશ

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી ધમાલ મચી હતી. આ મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ગઈકાલે બરેલીમાં એક મૌલાના ભૂલી ગયા હતા કે રાજ્યમાં સત્તા કોની છે. તેઓ વિચારતા હતા કે તેઓ મરજીથી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. પરંતુ અમે સાફ કરી દીધું કે ન નાકાબંધી કે ન કરફ્યુ લગાવવો પડ્યો. 

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અમે એવો પાઠ ભણાવીએ છીએ કે ભવિષ્યની પેઢીઓને રમખાણો કરતા પહેલા બે વાર વિચારવા મજબૂર કરશે. "કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો આ કેવો રસ્તો છે? 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં આ બધું સામાન્ય હતું પરંતુ અમે 2017 પછી અમે કરફ્યુ શુદ્ધાં નથી લગાવા દીધો. ઉત્તર પ્રદેશના વિકાસની વાત અહીંથી શરૂ થાય છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અગાઉની સરકારોમાં, તોફાનીઓને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવતું હતું. તોફાનીઓને ટ્રીટ આપવામાં આવતી હતી, અને સરકાર વ્યાવસાયિક ગુનેગારો અને માફિયાઓને સલામ કરતી હતી. સત્તામાં રહેલા લોકો તેમના કૂતરાઓ સાથે હાથ મિલાવતા હતા. તમે એવા ઘણા દ્રશ્યો જોયા હશે જ્યાં સત્તાના વડા માફિયાના કૂતરાઓ સાથે હાથ મિલાવવામાં ગર્વ અનુભવતા હતા.

પોલીસે મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી

બરેલીમાં શુક્રવારની નમાજ પછી ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે. "આઈ લવ મોહમ્મદ" બેનર હેઠળ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસ પર ગોળીબારનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં 1,700 અજાણ્યા અને કેટલાક નામાંકિત વ્યક્તિઓ સામે 10 FIR નોંધી છે. આ કેસમાં 39 લોકોની ધરપકડ કરી છે. 

પોલીસે પહેલા તૌકીર રઝાને ઘરમાં નજરકેદ કર્યા હતા અને મોડી રાત્રે તેમને ફૈક એન્ક્લેવથી પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ ગયા. બરેલીમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં તેમની ભૂમિકા નક્કી કરવા માટે પોલીસ તેના અને સમર્થકોના મોબાઇલ ફોનની તપાસ કરી રહી છે. પોલીસ આજે તેની ધરપકડની ઔપચારિક જાહેરાત કરે તેવી શક્યતા છે.

યોગી સરકારનું કડક વલણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે રાત્રે વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 કેસ નોંધાયા છે.

આ સમાચાર શેર કરો