'CM તો NDA ના પક્ષો નક્કી કરશે', ભાજપ મહાસચિવના નિવેદનથી નીતિશ કુમારનું વધ્યું ટેન્શન
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA નો ભવ્ય વિજય થયો છે. 200થી વધુ બેઠકો પર જીત સાથે BJP અન

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA નો ભવ્ય વિજય થયો છે. 200થી વધુ બેઠકો પર જીત સાથે BJP અને JDU બંનેમાં ઉત્સાહનો માહોલ છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીનું પદ કોણ સંભાળશે? આ સવાલનો જવાબ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. BJPના મહાસચિવ વિનોદ તાવડેના નિવેદનના કારણે નીતિશ કુમારને ફરી CM બનાવવાની શક્યતા પર સસ્પેન્સ વધી ગયું છે.
'પાંચેય પક્ષો મળીને નક્કી કરશે'- વિનોદ તાવડે
વિનોદ તાવડેએ કહ્યું કે, 'અમે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી છે. પરંતુ CM કોણ હશે તેનો નિર્ણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે.' NDAમાં BJP અને JDU ઉપરાંત જીતન રામ માંઝીની પાર્ટી હમ (HAM), ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએમએલ (RML), ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆર (LJP-R) સામેલ છે.
'સુશાસન બાબુ'ની છબી પર વિશ્વાસ
2002થી નીતિશ કુમારે લોકોમાં 'સુશાસન બાબુ' તરીકેની જે છબી બનાવી છે, તે પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે. બિહારમાં વીજળી વ્યવસ્થામાં સુધારો અને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચતા સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે વિકાસની ગતિ ચાલુ રહેશે.
ચૂંટણી પહેલાં હત્યાની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ નીતિશ કુમારે ભાજપ સાથે મળીને 'જંગલ રાજ'ની યાદ અપાવી અને વિપક્ષના આ મુદ્દાને તટસ્થ કરી દીધો. આ ઉપરાંત નીતિશ કુમારની છબી 'પલટુ રામ' તરીકે બનાવવામાં આવી હોવા છતાં, તેમના કાર્યના આધારે JDU નેતાએ બધા સવાલોના જવાબ આપી દીધા છે.






