મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોટા અક્ષર, સ્પષ્ટ ટૅગ્સ: દવાઓના પેકિંગ અને લેબલના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી 

દેશમાં દવા નિયમનકાર (DGCI) દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમ

મોટા અક્ષર, સ્પષ્ટ ટૅગ્સ: દવાઓના પેકિંગ અને લેબલના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી 

દેશમાં દવા નિયમનકાર (DGCI) દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમાં મોટાપાયા પર ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેના કારણે હવે દવા પર લખેલી એક્સપાયરી ડેટ અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે. તેનો હેતુ દર્દીઓને દવા અંગે સ્પષ્ટ જાણકારી આપવાનો છે, જેથી તે દવા પસંદ કરી શકે. તેના પછી જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે અંતર કરવું સરળ થઈ જશે. 

એક્સ્પાયરી ડેટ અને બેચ નંબર મોટા અક્ષરોમાં છાપવા પડશે

DGCI ની એક ટીમ આ ફેરફારો પર કામ કરી રહી છે અને તેને ઝડપથી લાગુ કરવાની તૈયારીમાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નિયમનકારને ગ્રાહકો તરફથી સતત ફરિયાદ મળતી હતી કે દવાઓના પેકેટ પર જાણકારી અત્યંત નાના અક્ષરોમાં હોય છે, ચમકદાર લેબલથી વાંચવુ મુશ્કેલ હોય છે,જેનેરિક તેમજ બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફરક કરવો લગભગ અશક્ય છે. આ બધી વાતોને જોતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે.

આમાં પ્રસ્તાવિત ફેરફારોમાં દવાના પેકેટ પર એક્સ્પાયરી ડેટ અને બેચ નંબર વૃદ્ધ વાંચી શકે તેવા મોટા અક્ષરોમાં છાપવા પડશે. દવાઓના ચમકદાર પેકેજિગ બંધ કરાશે. દવાની સ્ટ્રિપ પર એક્સ્પાયરી ડેટ એક જ નહીં અનેક સ્થળે છપાશે. 

નિયામકે પ્રસ્તાવિત નિયમોની સમીક્ષા માટે એક પેટા સમિતિ બનાવી છે. તે ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે. આ સમિતિ દવાઓ અને સૌંદર્ય પ્રસાધન નિયમ 1945 માં આ ફેરફારોને સામેલ કરવાના પદ્ધતિ પણ જોઈ રહી છે. આ નિયમ દેશમાં બનેલી, આયાતીત અને વેચવામાં આવતી દવાઓની ગુણવત્તા નિયંત્રિત કરે છે. 

હાલમાં ઘણા દર્દી બ્રાન્ડનું નામ માંગે છે અથવા મેડિકલ સ્ટોર તેને મોંઘી દવા પધરાવી દે છે. જ્યારે સસ્તી જેનેરિક દવા ઉપલબ્ધ હોય છે.પેકિંગમાં ફરક ન સમજી શકવાના લીધે દર્દી જાણકારીના અભાવમાં મોંઘી દવા ખરીદે છે. તેથી આ ભ્રમને દૂર કરવા માટે ખાસ નિશાન પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

દવા બજારમાં પારદર્શકતા આવશે

નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફારથી દવા બજારમાં પારદર્શકતા આવશે, દર્દીઓનો વિશ્વાસ વધશે અને તે પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય દવા પસંદ કરી શકશે. આંકડા મુજબ ભારતીય બજારમાં મે 2025 માં 19720  કરોડ રુપિયાનું વેચાણ નોંધાયું છે, જે ગયા વર્ષની તુલનાએ 7.2 ટકા વધારે છે. આ બતાવે છે કે દવાઓની માંગ સતત વધી રહી છે, આવામાં દર્દીઓને યોગ્ય જાણકારી આપવી ઘણી જરૂરી છે.

આ સમાચાર શેર કરો