મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'નોકરી શોધો અને જાતે કમાઓ', છૂટાછેડાના કેસમાં મહિલાની ડિમાન્ડથી CJI ગુસ્સે ભરાયા

દેશની સુપ્રીમ કોર્ટે આજે એક હાઇ-પ્રોફાઇલ છૂટાછેડા કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધ

'નોકરી શોધો અને જાતે કમાઓ', છૂટાછેડાના કેસમાં મહિલાની ડિમાન્ડથી CJI ગુસ્સે ભરાયા

દેશની સુપ્રીમ કોર્ટે આજે એક હાઇ-પ્રોફાઇલ છૂટાછેડા કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ લગ્નના માત્ર 18 મહિના પછી મહિલા દ્વારા કરવામાં આવેલી માંગ પર કઠોર ટિપ્પણી કરી. કહ્યુ કે, નોકરી કરો અને જાતે કમાઓ. 

આપણે ભારતીયો સંબંધો જાળવવાના મામલે ટોચ પર છીએ, પરંતુ આજકાલ ઘણા લગ્નોમાં પરણ્યાના થોડા દિવસોમાં જ દંપતીમાં ખટાશ આવવા લાગે છે.  અને થોડા સમયમાં જ તેઓ અલગ થવા માટે કોર્ટના દ્વાર ખટખટાવે છે. ઘણાં કેસમાં છૂટાછેડા પછી પતિ દર મહિને પત્નીને ભરણપોષણ માટે ચોક્કસ રકમ આપે છે. પતિ પત્નીના છૂડાછેડા અને ભરણપોષણનો આવો જ એક કેસ સુપ્રીમમાં ચાલ્યો. જેમાં છૂટાછેડાના બદલે મહિલાએ કરેલી ડિમાન્ડ સાંભળીને મુખ્ય ન્યાયાધીશ પણ ચકિત થઈ ગયા. 

18 કરોડ રૂપિયાની કરી માંગણી

સુપ્રીમ કોર્ટમાં આવેલા એક કેસ મુજબ છૂટાછેડાના બદલામાં મહિલા દ્વારા કરવામાં આવેલી માંગથી મુખ્ય ન્યાયાધીશ પણ ચોંકી ગયા હતા. મહિલાની માંગણી હતી કે, છૂટાછેડાના  બદલામાં 18 કરોડ રૂપિયા, મુંબઈમાં ઘર અને BMW કારની માંગણી કહી છે. છૂટાછેડાના બદલામાં મહિલાએ તેના પતિ સામે આ ત્રણ શરતો મૂકી. પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગવઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ચર્ચાનો વિષય બની.

સીજેઆઈ ગવઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમે એટલા તો ભણેલા ગણેલા છો. તમારે ભીખ ન માંગવી જોઈએ પરંતુ પોતે કમાઈને ખાવું જોઈએ. આવી માંગણીઓ ન કરવી જોઈએ. જોકે, મહિલાના વકીલે દલીલ કરી હતી કે આ માંગણી 'ભીખ' નહીં, 'સમાધાન'નો એક ભાગ છે. હવે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

છૂટાછેડાના બદલામાં દર મહિને 6 લાખ 'ભરણપોષણ'ની માંગણી

જણાવી દઈએ કે અગાઉ કર્ણાટક હાઈકોર્ટમાં ભરણપોષણનો આવો જ એક કેસ આવ્યો હતો. જેમાં પત્ની દ્વારા માંગવામાં આવેલી ભરણપોષણની રકમ સાંભળીને જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પત્નીએ ભરણપોષણ માટે તેના પતિ પાસેથી દર મહિને 6,16,300 રૂપિયા માંગ્યા હતા. છૂટાછેડાના બદલામાં આટલી મોટી ભરણપોષણની માંગણી સાંભળીને જજે કહ્યું કે આ શોષણ છે અને સહનશીલતાની હદ બહાર છે. જજે વકીલને કહ્યું કે આટલા બધા રૂપિયા કોણ આપે. જો આટલો ખર્ચો થતો જજનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો