કોલકાતા મહિલા ડોક્ટર મામલો: CBI કરશે આરોપીનો 'સાયકો ટેસ્ટ', IMAએ PM મોદી પાસે માંગી મદદ
કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ

કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. હવે, IMAની અપીલ બાદ, શનિવાર (17 ઓગસ્ટ 2024)થી દેશભરમાં ડોક્ટરોની 24 કલાકની દેશવ્યાપી હડતાળ શરૂ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
CBI આરોપી સંજય રોયનો કરાવશે સાયકોલોજિકલ ટેસ્ટ
CBI આરોપી સંજય રોયનો સાયકોલોજિકલ ટેસ્ટ કરશે. CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના મનોવૈજ્ઞાનિકો અને વર્તન વિશ્લેષકોની એક ટીમ જરૂરી પરીક્ષણો કરવા કોલકાતા પહોંચશે. સંજય રોયની હાલ CBIની કસ્ટડીમાં છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો
દેશભરમાં તબીબોના વિરોધ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની માંગણીઓ અંગે પગલાં લેવા જણાવ્યું છે. ડૉક્ટરો હેલ્થકેર પર્સનલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (હિંસાનો પ્રતિબંધ અને સંપત્તિને નુકસાન) બિલ, 2019, જેને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, લાગુ કરવા માગે છે.






