મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાવધાન! દેશના અનેક રાજ્યોમાં 60 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ; રાજસ્થાન, ગુજરાતમાં ગરમ વાયરો

IMD Weather Report Today: દેશભરમાં રવિવાર એટલે કે 10 મેના રોજ અનેક રાજ

સાવધાન! દેશના અનેક રાજ્યોમાં 60 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ; રાજસ્થાન, ગુજરાતમાં ગરમ વાયરો
આ સમાચાર સાંભળો

IMD Weather Report Today: દેશભરમાં રવિવાર એટલે કે 10 મેના રોજ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે. આ ઉપરાંત, 50ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે.

રાજસ્થાન, ગુજરાતમાં ગરમ વાયરો

બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન, 60ની ઝડપે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થશે. જો કે રાજસ્થાન, ગુજરાતમાં આવતીકાલે લૂ એટલે કે (હીટવેવ)ની ચેતવણી છે.

ધૂળની ડમરીઓ સાથે વરસાદનું એલર્ટ 

દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં શનિવારે  પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજની ચેતવણી જાહેર કરી છે. યુપી અને બિહારના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

પૂર્વોત્તર ભારતના હવામાનમાં પણ પલટો

હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વોત્તર ભારતના અસમ, મેઘાલયમાં વરસાદ થશે. ભારે પવન અને વીજળીના કડાકાનું એલર્ટ છે. આ ઉપરાંત, પૂર્વ ભારતની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, હિમાલયની તળેટીના પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ થશે. ગંગાના મેદાની પ્રદેશ પશ્ચિમ બંગાળમાં પણ આ જ સ્થિતિ જોવા મળવાની છે.

મધ્ય પ્રદેશમાં, વિદર્ભ, છત્તીસગઢમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ, 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં પણ 10 મેના રોજ વરસાદ, ગાજવીજ અને વીજળીના કડાકાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંકણ, ગોવાના કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો રહેવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો