મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ

મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનો પ્રથમ વિસ્તાર કાર્ય

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ

મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનો પ્રથમ વિસ્તાર કાર્યક્રમ નાગપુરમાં યોજાયો હતો. આ દરમિયાન 39 ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા હતા. ભાજપમાંથી 20 ધારાસભ્ય મંત્રી, શિવસેનામાંથી 13 જ્યારે NCP (અજિત પવાર) જૂથના 10 ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા હતા.

 મહારાષ્ટ્રમાં આ નેતાઓએ લીધા મંત્રીપદના શપથ

  • મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ સૌથી પહેલા મંત્રી પદના શપથ લીધા હતા.
  • રાધાકૃષ્ણ વિખે પાટિલે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • NCP (અજિત પવાર) જૂથના હસન મુશરિફે મંત્રી પદના શપથ લીધા હતા.
  • ભાજપના સીનિયર નેતા ચંદ્રકાંત પાટિલે પણ મંત્રીપદના શપથ લીધા હતા.
  • ભાજપના ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા હતા. ગિરીશ મહાજન દેવેન્દ્ર ફડણવીસની નજીકના માનવામાં આવે છે અને તેમના સંકટમોચક માનવામાં આવે છે. ગિરીશ મહાજન પહેલા પણ મંત્રી રહી ચુક્યા છે.
  • શિવસેનાના ગુલાબરાવ પાટિલે પણ મંત્રી પદના શપથ લીધા હતા. ગુલાબરાવ પાટિલ જલગાંવ ગ્રામિણના ધારાસભ્ય છે.
  • શિવસેનાના ગણેશ નાઇકે પણ મંત્રી પદના શપથ લીધા હતા. 
  • શિવસેનાના ધારાસભ્ય અને એકનાથ શિંદેની નજીક ગણાતા દાદા ભુસેએ મંત્રી પદના શપથ લીધા હતા.
  • શિવસેનાના નેતા સંજય રાઠોડે મંત્રીપદના શપથ લીધા હતા.
  • NCPના નેતા અને ગોપિનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. 
  • ભાજપના મલબાર હિલ બેઠકના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પણ મંત્રી મંડળના શપથ લીધા છે.
  • શિવસેના શિંદે જૂથના ઉદય સામંતે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • ભાજપના ધારાસભ્ય જયકુમાર રાવલે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • ભાજપના ઓરંગાબાદ પૂર્વના ધારાસભ્ય અતુલ સાવેએ મંત્રી પદના શપથ લીધા હતા.
  • ભાજપના રાલેગાંવના ધારાસભ્ય અશોક ઉઇકેએ મંત્રી પદના શપથ લીધા હતા.
  • શિવસેનાના પાટનના ધારાસભ્ય શંભુરાજ દેસાઇએ મંત્રી પદના શપથ લીધા હતા.
  • BCCIના ટ્રેજરર અને મુંબઇ ભાજપના અધ્યક્ષ આશીષ શેલારે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • NCPના નેતા સુનીલ તટકરેના દીકરી અદિતી તટકરેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
  • છત્રપતિ શિવાજીના વંશજ અને ભાજપના નેતા શિવેન્દ્ર રાજેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.

શિવસેના નેતા નરેન્દ્ર ભોંડેકરે આપ્યું રાજીનામું

મંત્રી પદ ના મળતા નરેન્દ્ર ભોંડેકરે રાજીનામું આપ્યું છે.મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ પહેલા જ શિવસેના નેતા નરેન્દ્ર ભોંડેકરે રાજીનામું આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં સમાવેશ ના કરવામાં આવતા નરેન્દ્ર ભોંડેકર નારાજ થયા હતા. 

આ પણ વાંચો: શિવસેના નેતાએ કેબિનેટ વિસ્તરણ પહેલા આપ્યું રાજીનામું, મંત્રી પદ ના મળતા નારાજ હતા

મંત્રીઓનો કાર્યકાળ અઢી વર્ષ રહેશે- અજિત પવાર

મહારાષ્ટ્રના નાગપુરમાં NCPની રેલીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એલાન કર્યું છે કે, મહાયુતિ કેબિનેટના મંત્રીઓને અઢી વર્ષની ટર્મ માટે શપથ અપાવવામાં આવશે. મહાયુતિમાં તેને લઈને સહમતિ બની ચૂકી છે

આ સમાચાર શેર કરો