શિવસેના નેતાએ કેબિનેટ વિસ્તરણ પહેલા આપ્યું રાજીનામું, મંત્રી પદ ના મળતા નારાજ હતા
શિવસેના (શિંદે જૂથ)ના નેતા નરેન્દ્ર ભોંડકરે કેબિનેટ વિસ્તરણ પહેલા રાજીનામું આપ્યું છે. આ મામલે તેમને નાયબ મુખ્યમ

શિવસેના (શિંદે જૂથ)ના નેતા નરેન્દ્ર ભોંડકરે કેબિનેટ વિસ્તરણ પહેલા રાજીનામું આપ્યું છે. આ મામલે તેમને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને એક પત્ર લખ્યો છે જેમાં તેમને રાજીનામાની જાણકારી આપી છે. ભોંડેકર મહારાષ્ટ્ર વિધાનસભામાં ભંડારાના ધારાસભ્ય છે.
નરેન્દ્ર ભોંડેકરે રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ નવી કેબિનેટમાં સામેલ ના કરવાનું માનવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર ભોંડેકર છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા. શિવસેના નેતાનું માનવું હતું કે તેમની મહેનત અને સમર્પણને યોગ્ય માન્યતા આપવામાં નથી આવી અને તે તેમને નજરઅંદાજ કરવામાં આવતા તેમને ઠેસ પહોંચી છે.
વર્ષ 2009માં નરેન્દ્રએ શિવસેનાની ટિકિટ પર કર ભંડારા વિધાનસભા સીટ પરથી પહેલીવાર ચૂંટણી જીતી હતી, તે સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી. વિસ્તાર પર મજબૂત પક્કડ ધરાવતા નરેન્દ્ર તેમના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો અને વિકાસ કાર્યો માટે જાણીતા છે.
2022ના બળવા દરમિયાન એકનાથ શિંદેને ટેકો આપ્યો હતો
વર્ષ 2019માં શિવસેનાએ નરેન્દ્રને ટિકિટ આપી ન હતી. જે બાદ તેઓ ભંડારા બેઠક પરથી અપક્ષ તરીકે ઉભા રહ્યા અને ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. આ પછી, વર્ષ 2022માં જ્યારે શિવસેનામાં બળવો થયો અને એકનાથ શિંદે અલગ થયા, ત્યારે નરેન્દ્ર શિંદે જૂથને ટેકો આપનારા સ્વતંત્ર ધારાસભ્યોમાં હતા. આ જ કારણ છે કે તેઓ 2024માં શિંદેની પાર્ટીની ભંડારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ફરીથી જીત્યા હતા.
ખેડૂત પરિવારમાંથી આવતા નરેન્દ્ર શિક્ષિત નેતાની છાપ ધરાવે છે
નરેન્દ્ર ભોંડેકરનો જન્મ ભંડારા વિસ્તારમાં થયો હતો. તેમણે પોતાના ઘરની નજીકની શાળામાં અભ્યાસ કર્યો. માહિતી અનુસાર, તે એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તે વિસ્તારના શિક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. સમાજના તમામ પક્ષો અને લોકો પર તેમનો પ્રભાવ છે.








