મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બે દિવસથી લાપતા પત્નીને શોધી રહ્યો હતો પતિ, પલંગ ખોલી જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ

પુણેના હડપસરમાં ફુરસુંગી વિસ્તારમાં ઘરમાં ૨૪ વર્ષીય મહિલાની હત્યા કરીને લાશને પલંગમાં છુપાવી દેવામાં

બે દિવસથી લાપતા પત્નીને શોધી રહ્યો હતો પતિ, પલંગ ખોલી જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ

પુણેના હડપસરમાં ફુરસુંગી વિસ્તારમાં ઘરમાં ૨૪ વર્ષીય મહિલાની હત્યા કરીને લાશને પલંગમાં છુપાવી દેવામાં આવી હતી. આ બાદ પતિએ બીજા દિવસે પલંગ ખોલતા તેમાંથી એકલી રહેતી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પત્નીના ગેરકાયદે સંબંધોના કારણે પતિ આત્મહત્યા કરે તો પત્ની દોષિત નથી: હાઈકોર્ટ

જણાવી દઈએ કે, મૃતક સ્વપ્રાલી પવાર હડપસર નજીક હુંડેકર ખાતે તેના પતિ ઉમેશ સાથે રહેતી હતી. બંનેના ચાર વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ઉમેશ કેબ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેથી ૭ નવેમ્બરના વહેલી સવારે પાંચ વાગ્યે ઉમેશ મુસાફરોને બીડમાં મૂકવા ગયો હતો. આ દિવસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઉમેશની સ્વપ્રાલીની સાથે છેલ્લી વખત ફોન પર વાત થઈ હતી.

સ્વપ્રાલી ઘરમાં નથી

આ બાદ, બીજા દિવસે ઉમેશે ઘણી વખત સ્વમાલીના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ઉમેશ સ્વમાલી સાથે સંપર્ક સાધવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી ઉમેશે તેના એક મિત્રને તેના ઘરે જઈને શું થયું છે તે જાણવા કહ્યું હતું. થોડા સમય બાદ મિત્રએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે, સ્વપ્રાલી ઘરમાં નથી.

પલંગમાં છુપાવેલી લાશ જોવા મળી

ઉમેશ બીજા દિવસે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પુણે પરત ફર્યો હતો. આ બાદ તેણે સ્વપ્રાલીની શોધખોળ હાથ ધરી હતી.શોધખોળ કરતા ઉમેશે પરિવાર તથા મિત્રો, તથા હડપસર વિસ્તારમાં તમામ સ્થળોએ સ્વમાલીની શોધખોળ કરી હતી. જો કે, ઘણી શોધખોળ બાદ પણ સ્વમાલીની કોઈ ભાળ મળી ન હતી. શનિવારે સવારે ૭ વાગ્યાની આસપાસ ઉમેશે ઘરમાં રહેલા દાગીના, રોકડ, પત્નીનો મોબાઈલ ફોન શોધવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં પલંગમાં દાગીના અને રોકડ રાખવામાં આવ્યા હતા તે છે કે નહીં તે જોવા માટે પલંગ ખાલ્યો હતો. આ સમયે ઉમેશને પંલગની અંદર સ્વપ્રાલીની લાશ છુપાવીને રાખવામાં આવેલી નજરે ચઢી હતી. 

સ્વપ્રાલીની હત્યા ગળું દબાવાથી થઈ હતી

આ જ પલંગ પર ઉમેશ બે દિવસથી સૂતો હતો. આ ઘટના બાદ ઉમેશે તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, પોલીસે ખાતરી કરી હતી કે, સ્વપ્રાલીની હત્યા ગળું દબાવાથી થઈ હતી. સ્વપ્રાલીના ગળા પર આરોપીના નખના નિશાનો મળ્યા હતા.

પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ માટે આ વિસ્તારના સીસીટીવી ફુટેજો કબજે કર્યા હતા. જેમાં પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આરોપી દંપતીને જાણતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો અને કેટલીક વાર તેમના ઘરે રોકાયો પણ હતો. પોલીસને ઘરમાંથી આરોપીના ફિંગરપ્રિન્ટના નિશાન પણ મળ્યા છે. તેની તપાસ કરતા પોલીસે શંકાસ્પદનું પગેરુ શોધ્યું હતું. જો કે, તેના ઘરે તપાસ કરતા આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો