મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જૂન 2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય નહિ થાય પૂરું, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કારણ

જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓના નિર્માણનું કાર્ય શરૂ છે. આ

જૂન 2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય નહિ થાય પૂરું, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કારણ
  • જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓના નિર્માણનું કાર્ય શરૂ છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધી અયોધ્યા લાવવામાં આવશે

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના મોડુ થઈ શકે છે. હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધી તૈયાર થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ શુક્રવારે (8 નવેમ્બર) જાણકારી આપી કે, પહેલાં જૂન 2025 સુધી મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું લક્ષ્ય હતું, પરંતુ વર્તમાનમાં 200 શ્રમિકોની કમીના કારણે તેમાં મોડુ થઈ રહ્યું છે. મંદિરની મુખ્ય ચાર દિવાલમાં ઉપયોગમાં લેવાતા 8.5 લાખ ઘન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થર પહેલાંથી જ અયોધ્યા પહોંચી ગયા છે, પરંતુ શ્રમિકોની કમીના કારણે કામમાં અડચણ આવી રહી છે. 

આ પણ  વાંચો : મંદિરની બહાર ડંડા લઇને કેમ બેઠા છે સ્વયંસેવક, RSSનું મિશન 2025 શું છે? મોહન ભાગવતે જણાવ્યો પ્લાન

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલાં પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ પહેલાં તળ પર અમુક પથ્થરો નબળા હોવાની જાણ થઈ હતી, તેથી તેની જગ્યાએ હવે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંદિરની અન્ય સંરચનાઓ જેમ કે, સભાગાર, સીમા અને પરિક્રમા પથનું પણ નિર્માણકાર્ય પણ શરૂ છે. મૂર્તિકારોએ આશ્વાસન આપ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધી મંદિરની તમામ મૂર્તિઓ પૂરી કરી દેવાશે અને ડિસેમ્બરના અંત સુધી આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે. 

જયપુરમાં ચાલી રહ્યું છે મૂર્તિના નિર્માણનું કામ

જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓના નિર્માણનું કાર્ય શરૂ છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધી અયોધ્યા લાવવામાં આવશે અને બાદમાં નિર્ણય લેવામાં આવશે કે, તેને મંદિરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવી. નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું કે, રામલલાની બે મૂર્તિઓને પહેલાંથી જ ટ્રસ્ટ તરફથી સ્વીકૃત કરવામાં આવી છે અને તેને મંદિરમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે. આ સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓના દર્શન બાદ બહાર નીકળવાના રસ્તાને પણ વધારે સુવિધાજનક બનાવવાની ચર્ચા કરવામાં આવી રહી છે. કારણકે, હવે જન્મભૂમિ પથની સામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, તો તેઓને બહાર નીકળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શરૂ 

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક સતત શરૂ છે અને સમિતિના સભ્ય તેને પૂર્ણ કરવા તમામ શક્ય પ્રયાસ કરી રહ્યાં છે. આગામી કાર્યોની યોજના હેઠળ મંદિરની સંરચના અને મૂર્તિઓની જલ્દી અંતિમ રૂપે સ્થાપના કરવામાં આવશે. મિશ્રએ એવું પણ આશ્વાસન આપ્યું કે, તમામ નિર્માણ કાર્ય સમય પર પૂર્ણ થઈ જશે. જોકે, શ્રમિકોની કમી અને સામગ્રીમાં બદલાવના કારણે સમય સીમામાં થોડું મોડુ થવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો