મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશ : SAFના જવાનોને લઈને જતી બસ અને કાર વચ્ચે અકસ્માત; ત્રણના મોત, 26 સૈનિકો ઘાયલ

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સ (SAF)ના જ

મધ્યપ્રદેશ : SAFના જવાનોને લઈને જતી બસ અને કાર વચ્ચે અકસ્માત; ત્રણના મોત, 26 સૈનિકો ઘાયલ

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સ (SAF)ના જવાનોને લઈને જતી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 26 જવાનો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક સૈનિકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાગપુર મોકલવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશમાં સિવની-મંડલા સ્ટેટ હાઈવે પર આવેલા ધનગઢ ગામ પાસે શુક્રવારે રાત્રે અંદાજે 1 વાગ્યે SAFના જવાનોને લઈને જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ પૈકી ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં એક સૈનિકને ગંભીર ઈજા પહોંચીને જેને સારવાર માટે મહારાષ્ટ્રના નાગપુર ખસેડવામાં આવ્યો છે.

કેવલારી પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ચૈન સિંહએ જણાવ્યું કે, રાજ્ય પોલીસની સ્પેશિયલ આર્મ્ડ ફોર્સની 35મી બટાલિયનના સૈનિકોને મંડલાથી છિંદવાડા બસ જઈ રહી હતી. ત્યારે સિવની-મંડલા સ્ટેટ હાઈવે પર આવેલા ધનગઢ ગામ પાસે કાર સાથે અથડાઈ હતી. જે બાદ બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. જેમાં કન્હૈયા જસવાણી (75), નિકલેશ જસવાણી (45) અને ડ્રાઈવર પુરુષોત્તમ મહોબિયા (37)ના મોત થયા હતા. જ્યારે બસમાં સવાર 26 SAF સૈનિકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે કેવલારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો