મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બ્રિટિશરોએ ગુલામ ભારત પાસેથી લુંટ્યું આટલું ધન, નવા રિપોર્ટમાં થયો ખુલાસો

બ્રિટને 1765થી 1900માં સંસ્થાનવાદના સમય દરમિયાન ભારતમાંથી 64.82 ટ્રિલિયન ડોલરની લૂંટ ચલાવી હતી. તેમાંથી

બ્રિટિશરોએ ગુલામ ભારત પાસેથી લુંટ્યું આટલું ધન, નવા રિપોર્ટમાં થયો ખુલાસો

બ્રિટને 1765થી 1900માં સંસ્થાનવાદના સમય દરમિયાન ભારતમાંથી 64.82 ટ્રિલિયન ડોલરની લૂંટ ચલાવી હતી. તેમાંથી અડધી રકમ એટલે કે 33.8 ટ્રિલિયન ડોલરની રકમ દેશના દસ ટકા ધનવાનો પાસે ગઈ. આ જાણકારી ઓક્સફેમ ઈન્ટરનેશનલના વૈશ્વિક અસમાનતા પર 'ટેકર્સ, નોટ મેકર્સ'ના ટાઈટલ હેઠળના અહેવાલમાં અપાઈ છે. તેને વિશ્વ આર્થિક મંચની બેઠક પહેલા જારી કરાયો છે. 

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર; કુકર બોમ્બ પણ મળ્યા

તેમાં કેટલાય અભ્યાસો અને સંશોધનપત્રોને ટાંકીને જણાવાયું છે કે અત્યાધુનિક મલ્ટિનેશનલ કંપનીઓ આ સંસ્થાનવાદની દેણ છે.

ઓક્સફેમે જણાવ્યું હતું કે ઐતિહાસિક સંસ્થાનયુગના સમયની અસમાનતા અને લૂંટની વિકૃતિઓએ આધુનિક જીવનશૈલીને આકાર આપ્યો છે. તેણે એક વધુ અસમાનતાવાળા વિશ્વનું નિર્માણ કર્યુ છે. આ એક એવું વિશ્વ છે જે જાતિવાદ પર આધારિત વિભાજનથી ત્રાસેલું છે. 

આ એક એવું વિશ્વ છે જે ગ્લોબલ સાઉથ પાસેથી ક્રમશ: ધોરણે સંપત્તિનું દોહન જારી રાખે છે, જેનો લાભ મુખ્યત્વે ગ્લોબલ નોર્થના ધનવાનોને મળે છે. 

ધનવાનો ઉપરાંત મધ્યમ વર્ગને મળ્યો ભાગ

જુદાજુદા અભ્યાસપત્રો અને સંશોધનોને આધાર બનાવીને ઓક્સફેમે આની ગણતરી કરી છે. ઓક્સફેમે 1765થી 1900ના 100થી પણ વધુ વર્ષો દરમિયાન સંસ્થાનવાદના સમયગાળામાં બ્રિટને ભારતમાંથી લૂંટેલી સંપત્તિ અંગે જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ધનવાનો ઉપરાંત સંસ્થાનવાદનો લાભાર્થી ઉભરતો નવો મધ્યમ વર્ગ હતો. સંસ્થાનવાદના જારી પ્રભાવને ઝેરી વૃક્ષનું ઉપનામ આપવામાં આવ્યું છે.

ઓક્સફેમે જણાવ્યું હતું કે ભારતની ફક્ત 0.14 ટકા માતૃભાષાનો ઉપયોગ શિક્ષણના માધ્યમ તરીકે કરી શકાય છે અને 0.35 ટકા ભાષાઓને જ સ્કૂલમાં ભણાવાય છે. ઓક્સફેમે જણાવ્યું હતું કે ઓક્સફેમે ઐતિહાસિક સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન જાતિ, ધર્મ, લિંગ, લૈંગિકતા, ભાષા અને ભૂગોળ સહિત કેટલાય અન્ય વિભાજનો તેમજ વિસ્તારનું શોષણ કર્યુ. તેઓની સ્થિતિ અત્યંત જટિલ બનાવી દીધી. ઓક્સફેમે જણાવ્યું હતું કે એક સમાન કૌશલ્ય માટે ગ્લોબલ સાઉથના વેતન પણ ગ્લોબલ નોર્થ કરતાં 87 ટકાથી લઈને 85 ટકા સુધી ઓછા છે. 

આ સમાચાર શેર કરો