મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર ચૂંટણી: બોમ્બે હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને આપ્યો આદેશ, 21 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને ફટકો માર્યો છે, જેમાં સ્પષ્ટ આદેશ આપવામાં આ

મહારાષ્ટ્ર ચૂંટણી: બોમ્બે હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને આપ્યો આદેશ, 21 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને ફટકો માર્યો છે, જેમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે આજે (2 ડિસેમ્બર) યોજાનારી તમામ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદની ચૂંટણીઓના પરિણામો આવતીકાલે (3 ડિસેમ્બર) ને બદલે 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. વધુમાં 20થી વધુ સ્થળોએ જ્યાં કમિશને ચૂંટણી મુલતવી રાખી હતી ત્યાં મતદાન 20 ડિસેમ્બરે થશે. તમામ ચૂંટણીઓના પરિણામો એક જ દિવસે એક સાથે 21 ડિસેમ્બરે જાહેર કરવાના રહેશે. 

હકીકતમાં, રાજ્ય ચૂંટણી પંચે કુલ 288 માંથી ઓછામાં ઓછી 20-24 નગર પરિષદો અને નગર પંચાયતોમાં પ્રક્રિયાગત અનિયમિતતાઓ અને કેટલાક કોર્ટ કેસોને ટાંકીને ચૂંટણી મુલતવી રાખી હતી. આ વિસ્તારોમાં ચૂંટણીઓ હવે 20 ડિસેમ્બરે યોજાશે. અને બધી ચૂંટણીઓના પરિણામો 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જોકે, રાજ્ય ચૂંટણી પંચે હજુ સુધી હાઇકોર્ટના નિર્ણય પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ચૂંટણીપંચે ચૂંટણી મુલતવી રાખતા સત્તા પક્ષ ભાજપના નેતાઓ પણ ભડક્યા હતા. ફડણવીસે પણ ચૂંટણી પંચના આ નિર્ણયને વખોડ્યો હતો. 

કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી પંચથી નારાજ થયા છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે, ‘ચૂંટણી મોકૂફ રાખવાનો પંચનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. અંતિમ સમયે ચૂંટણી સ્થગિત કરવાથી ઉમેદવારો સાથે અન્યાય થયો છે. આ ઉમેદવારો નામાંકન પત્રની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે.’
 
ચૂંટણી પંચ કોની સલાહ લઈ રહ્યું છે : ફડણવીસ
મુખ્યમંત્રી ફડણવીસે (Maharashtra CM Devendra Fadnavis) કહ્યું કે, ‘વિચારણા હેઠળની અરજીઓને કારણે કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવાતા અન્ય ઉમેદવારો સાથે અન્યાય થયો છે. મને ખબર નથી કે ચૂંટણી પંચ કોની સલાહ લઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી હું કાયદા વિશે જાણું છું, જો કોઈ કોર્ટમાં ગયું હોય તો તેના કારણે ચૂંટણી સ્થગિત કરી શકાય નહીં.’ રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ કેટલીક જગ્યાએ સ્થગિત કરી દીધી છે.

‘ચૂંટણી સ્થગિત કરવી સંપૂર્ણપણે ખોટું છે’
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ ઉમેદવાર નામાંકન રદ થવાનો મુદ્દો લઈને કોર્ટમાં ગયો હોય, તો છેલ્લી ઘડીએ ચૂંટણી જ સ્થગિત કરી દેવી અન્ય ઉમેદવારો સાથે અન્યાય છે. ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે, પરંતુ ચૂંટણી સ્થગિત કરવી સંપૂર્ણપણે ખોટું છે.’ ફડણવીસે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવવાની વાત પણ કરી.

આ સમાચાર શેર કરો