કુશીનગર એક્સપ્રેસના AC કોચના ટોયલેટમાંથી મળ્યો 7 વર્ષની બાળકીનો મૃતદેહ
મુંબઈ LTT રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનની અંદર કચરાપેટી

મુંબઈ LTT રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનની અંદર કચરાપેટીમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બાળકીની ઉંમર 6થી 7 વર્ષનું અનુમાન લગાવાય છે. મુંબઈ- ગોરખપુર સ્ટેશન વચ્ચે ચાલતી કુશીનગર એક્સપ્રેસમાં ટોયલેટની કચરાપેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં પોલીસ ટીમે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાળકનું સુરતથી અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેની હત્યા કરીને લાશ ટ્રેનના ટોયલેટની કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી.
શૌચાલયના ડસ્ટબીનમાં મૃતદેહ મળ્યો
ટ્રેન નંબર 22537 કુશીનગર એક્સપ્રેસના એસી કોચના ડસ્ટબીનમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ટ્રેનના B2 કોચના શૌચાલયની છે. શૌચાલયમાં રાખેલા ડસ્ટબીનમાં 6થી 7 વર્ષના એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મુંબઈ LTT રેલ્વે સ્ટેશને બાળકનો મૃતદેહ મળતા GRP એ કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે.
https://twitter.com/ians_india/status/1959176956056146344
અપહરણ પછી હત્યાની આશંકા
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બાળકનું સુરતથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી તેની હત્યા કરીને તેનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાં રાખેલા કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પીડિત બાળકના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ મામલાની વધુ તપાસ પણ કરી રહી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ ટૂંક સમયમાં કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.






