મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BMW હિટ એન્ડ રન કેસ: આરોપી મિહિર શાહને 16મી જુલાઈ સુધીના રિમાન્ડ, પિતાની શિવસેનામાંથી હકાલપટ્ટી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના વર્લીમાં BMW હિ

BMW હિટ એન્ડ રન કેસ: આરોપી મિહિર શાહને 16મી જુલાઈ સુધીના રિમાન્ડ, પિતાની શિવસેનામાંથી હકાલપટ્ટી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના વર્લીમાં BMW હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે રાજેશ શાહને શિવસેનાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. મુંબઈ પોલીસે ગંભીર અકસ્માતના બે દિવસ બાદ (9 જુલાઈએ) ફરાર મિહિર શાહની ધરપકડ કરી છે. મુંબઈની સીવરી કોર્ટે આરોપી મિહિર શાહને 16મી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ ઉપરાંત આરોપીની માતા અને બહેનની પણ અટકાયત કરી છે. રવિવારે સાતમી જુલાઈએ વર્લીના ડૉ એની બેંસેડ રોડ પર BMW કારમાં સવાર મિહિરે એક સ્કૂટીને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ મિહિર ફરાર હતો. જોકે મુંબઈ પોલીસે તેને પકડવા માટે 14 ટીમ બનાવી હતી, ત્યારબાદ મંગળવારે તેને વિરારથી ઝડપી લેવાયો હતો.

મૃતકના પતિએ શિંદેની શિવસેના પર કર્યો હતો આક્ષેપ

પોલીસે રાજેશ શાહ (Rajesh Shah) અને તેના ડ્રાઈવર રાજર્ષિ સિંહ બિદાવતની પણ ધરપકડ કરી હતી, જે દુર્ઘટના સમયે કથિત રીતે કારમાં હતો. જોકે બાદમાં મુંબઈની એક કોર્ટે રાજેશ શાહને જામીન આપી દીધા છે. હિટ એન્ડ રન કેસમાં મૃતકના પતિ પ્રદીપ નખવાએ આક્ષેપ કર્યો છે કે, આરોપી શિવસેનાના નેતાનો પુત્ર હોવાથી પાર્ટી કશું જ નહીં કરે.

આરોપીને બચાવવાનો પ્રયાસ, સંજય રાઉતે કર્યો હતો આક્ષેપ

શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા અને સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આક્ષેપ કર્યો હતો કે, વર્લી હિટ એન્ડ રન કેસમાં પહેલા જ દિવસથી આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે મિહિરની ધરપકડ બાદ કહ્યું હતું કે, આરોપીના પિતા શિવસેનાના એકનાથ શિંદે જૂથના પાલઘર એકમ સાથે જોડાયેલા હતા. સરકાર દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવીરહ્યો છે. આ મામલો કોઈ સામાન્ય કેસ નથી, આ પુણેમાં બનેલી ઘટના જેવો જ મામલો છે.

આ સમાચાર શેર કરો