'મેરે પાસ તુમ્હારા અશ્લીલ વીડિયો....', પોલીસના નામે ફોન કરી ગર્લ્સ કોલેજની 70 છોકરીઓને કરી બ્લેકમેઈલ
જબલપુરની એક સરકારી ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચ

જબલપુરની એક સરકારી ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. અનેક વિદ્યાર્થિનીઓને ફોન કોલ દ્વારા એક પછી એક બ્લેકમેલ કરવામાં આવી રહી છે. બ્લેકમેલર્સ અજાણ્યા નંબર પરથી યુવતીઓના મોબાઈલ ફોન પર સતત અશ્લીલ વીડિયો અને ફોટા મોકલતો હતો. સાથે જ આ વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા ઉઘરાવતો હતો.
છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થિનીઓને ધમકાવવાનો અને બ્લેકમેલ કરવાનો સિલસિલો સતત ચાલી રહ્યાની ચોંકાવનારી ઘટના ત્યારે સામે આવી જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ પોતાની સખી- સહાધ્યાયીઓ સાથે વાત શેર કરી.
જણાવી દઈએ કે, સરકારી ગર્લ્સ કોલેજમાં તપાસ કરાતાં 70 વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો અને ફોટા મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓએ બ્લેકમેલરને પૈસા પણ ચૂકવ્યા છે. આ ઘટનામાં જબલપુર સાયબર સેલમાં ફરિયાદ કરવા સાથે પોલીસને લેખિત અરજી પણ આપી છે. પોલીસ તપાસમાં બે વિદ્યાર્થીનીઓએ બ્લેકમેલરને પૈસા આપ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કોલેજ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જણાવી દઈએ કે, વિદ્યાર્થિનીઓના નંબરો બ્લેકમેલર પાસે કેવી રીતે પહોંચ્યા? એની બધાને નવાઈ લાગી છે. કોલેજના પ્રિન્સિપાલનું કહેવું છે કે ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કોલેજની માહિતી અને પરિપત્ર ગર્લ સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. તો કદાચ ટેલિગ્રામ એપ દ્વારા વિદ્યાર્થીનીઓના નંબર બહારથી લીક કરાયા હોવાની આશંકા છે.
ઘણી વિદ્યાર્થિનીઓએ બ્લેકમેલરની જાળમાં ફસાઈને હજારો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સ એવું પણ કહ્યું કે, બ્લેકમેલર્સ પોતાને પોલીસ ઓફિસરની ઓળખ બતાવીને કોલ કરી રહ્યા છે. હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.








