નીતિન નવીનના અધ્યક્ષપદ સમારોહને ખાસ બનાવશે ભાજપ, પીએમ મોદી સહિત આ નેતાઓ રહેશે હાજર
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન 20 જાન્યુઆરીએ પાર્ટીના પૂર્ણ કાલીન અધ્યક્ષ બનશે. ભા

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન 20 જાન્યુઆરીએ પાર્ટીના પૂર્ણ કાલીન અધ્યક્ષ બનશે. ભાજપ કેન્દ્રીય અધ્યક્ષ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે. આ ઉપરાંત તમામ કેબિનેટ મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે. રાજ્યોના પ્રદેશ પ્રમુખો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાજપનું ટોચનું નેતૃત્વ ઇચ્છે છે કે નીતિન નવીનની તાજપોશી ભવ્ય રીતે આયોજિત કરવામાં આવે જેથી પાર્ટી અધ્યક્ષ તરીકે તેમની વિશ્વસનીયતા સ્થાપિત થાય. નીતિન નવીન ભાજપની નવી પેઢીના નેતાઓમાં સામેલ છે, તેમને આ જવાબદારી આપીને પાર્ટીએ તેની ભવિષ્યની તૈયારીઓનો સંકેત આપ્યો છે.
ભવ્ય કાર્યક્રમથી વરિષ્ઠ નેતાઓમાં તેમનું કદ પણ સ્થાપિત થશે. એટલા માટે જ પીએમ નરેન્દ્ર મોદી પોતે સમગ્ર મંત્રીમંડળ સાથે તેમના અધ્યક્ષપદના સમારોહમાં હાજર રહેશે. આ સંદેશ આપવાનો પ્રયાસ હશે કે, ભાજપ પ્રમુખનું પદ સંગઠનમાં ટોચ પર છે, પછી ભલે તે જવાબદારી કોઈપણ નેતા પાસે હોય. કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી નીતિન નવીન વિવિધ ભાજપના નેતાઓને મળી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે, તેમણે સંગઠનાત્મક ફેરબદલની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 20 જાન્યુઆરીએ પદારૂઢ થયા પછી તેમની નવી ટીમને અંતિમ રૂપ આપશે. ઘણા નવા ચહેરાઓને ભાજપ સંગઠનમાં સ્થાન મળશે.
કેન્દ્ર સરકારમાં ફેરબદલની તૈયારીઓ
ભાજપના સંગઠન ઉપરાંત કેન્દ્ર સરકારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. પંકજ ચૌધરી ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ છે. સાથે મોદી સરકારના મંત્રીમંડળના પણ સભ્ય છે. કેટલાકને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવશે. તો સંગઠનમાંથી ઘણાં નેતાઓને સરકારમાં લાવવામાં આવી શકે છે. RSS સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓને પક્ષમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સોંપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે નીતિન નવીન 46 વર્ષની ઉંમરના ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
નીતિન એકલા પોતાનું નામાંકન દાખલ કરશે
ભાજપના સૂત્રો કહે છે કે નીતિન નવીન પ્રમુખ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરશે, ચૂંટણીની શક્યતા ઓછી છે. એવું માનવામાં આવે છે કે તેઓ 18 કે 19 જાન્યુઆરીએ પોતાનું નામાંકન દાખલ કરશે. ત્યારબાદ તેમને બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવશે. પદભાર સંભાળશે ત્યારે પીએમ મોદી સહિત ઘણાં અગ્રણી નેતાઓ હાજર રહેશે.








