બિહાર ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, આ નેતાઓની ટિકિટ કપાઇ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી તરફથી પ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી તરફથી પ્રથમ યાદીમાં સમ્રાટ ચૌધરીને પણ ટિકિટને તારાપુરથી ટિકિટ આપવામાં આવી છે. રામકૃપાલ યાદવને દાનાપુર સીટ પરથી ઉતારવામાં આવ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી: ભાજપની પ્રથમ યાદી જાહેર
ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં કૂલ 71 ઉમેદવારના નામ સામેલ છે. આ યાદીમાં પાર્ટીના સીનિયર નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામકૃપાલ યાદવને દાનાપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિન્હા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પિપરા), નીતિશ મિશ્રા (ઝંઝારપુર) સહિત કેટલાક નેતાઓને ટિકિટ મળી છે. આ યાદી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ જાહેર કરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય સીનિયર નેતા સામેલ હતા.








