મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BJP રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું જાહેરનામું જાહેર, 5048 મતદાતાઓનું લિસ્ટ બહાર પાડ્યું

ભારતીય જનતા પાર્ટીએ તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે શુક્રવ

BJP રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું જાહેરનામું જાહેર, 5048 મતદાતાઓનું લિસ્ટ બહાર પાડ્યું

ભારતીય જનતા પાર્ટીએ તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે શુક્રવારે ચૂંટણી જાહેરનામું જાહેર કરવા સાથે ચૂંટણી કોલેજની યાદી પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિન નબિન આ ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર રહેશે અને 19 જાન્યુઆરીએ તેમનું એકલાનું ઉમેદવારીપત્રક ભરાશે. એટલે પ્રમુખ તરીકે તેમનું નામ નિશ્ચિત માનવામાં આવે છે.

ચૂંટણી પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે

ચૂંટણી કાર્યક્રમ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન 19 જાન્યુઆરીએ બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન દાખલ કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન થશે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો સમય સાંજે 5થી 6 વાગ્યા સુધીનો છે. ફક્ત એક જ ઉમેદવારીપત્રક દાખલ થવાની સંભાવના હોવાથી ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા પછી બિનહરિફ ચૂંટણી થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. નવા પ્રમુખની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ સવારે 11:30 વાગ્યે કરવામાં આવશે.

5,708 સભ્યોની મતદાર યાદી 

બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં કુલ 5,708 મતદારોનો સમાવેશ થાય છે. આ યાદી દેશભરના 30 રાજ્યોમાંથી તૈયાર કરવામાં આવી છે જ્યાં સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી મતદારયાદીમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોના નામ શામેલ છે. રાષ્ટ્રીય પરિષદમાં સંસદીય પક્ષના 35 નેતાઓનો સમાવેશ થાય છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પક્ષના વિદાય લેતા પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો