મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'રાહુલ ગાંધીએ ધક્કો મારતા હું પડી ગયો', ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદમાં ઇજાગ્રસ્ત થયા

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ આ દરમિયાન રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો મોટો

VIDEO: 'રાહુલ ગાંધીએ ધક્કો મારતા હું પડી ગયો', ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદમાં ઇજાગ્રસ્ત થયા

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ આ દરમિયાન રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીના ધક્કાને કારણે સાંસદ નીચે પડી ગયા હતા અને તેમને ઇજા થઇ હતી.

રાહુલ ગાંધીએ ધક્કો મારતા સાંસદને થઇ ઇજા

ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ કહ્યું કે, "રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે મારા પર પડ્યા તો હું નીચે પડી ગયો. સીડી ઉપર હું ઉભો હતો અને રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો અને તે મારા પર પડ્યા તો હું નીચે પડી ગયો."

રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા

પ્રતાપ સારંગીના આરોપ બાદ રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેમેરામાં બધુ કેદ છે. હું સનદમાં જવાનો પ્રયાસ કરતો હતો. ભાજપના સાંસદોએ મને ધકેલ્યો અને ધમકાવ્યો હતો. ખડગેજીને પણ ધક્કો માર્યો. અમે ધક્કો-મુક્કીથી અમને કઇ થતું નથી. ભાજપના સાંસદ અમને સંસદમાં જતા રોકી નથી શકતા.

આ સમાચાર શેર કરો