મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું', રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે, જેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી લગ

'હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું', રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે, જેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી લગભગ 90 ચૂંટણીઓ હારી ગઈ, તેમની હતાશા અને નિરાશા દિવસેને દિવસે વધી રહી છે.  અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ નેતાએ આરોપોના રાજકારણને પોતાનો શણગાર બનાવ્યો છે. જ્યારે ચૂંટણી પંચ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની ચકાસણી કરવાનું કહે છે, ત્યારે પીઠ બતાવીને ભાગી જાય છે. 

ચૂંટણી પંચે તેમના આરોપ મુદ્દે સોગંદનામું આપવાનું કહેવામાં આવે છે ત્યારે ના પાડી દે છે. ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવા રાહુલ ગાંધીની આદત બની ગઈ છે. આરોપો લગાવ્યા પછી માફી માંગવી અને કોર્ટ દ્વારા ઠપકો મેળવવો એ તેમનું કામ બની ગયું છે. દરેક કેસમાં તેમને ઠપકો આપવામાં આવ્યો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરવાના હતા, પરંતુ તેમને ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી તુરંત જ તેમના આક્ષેપોનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા છે. પંચે જણાવ્યું કે કોઈ પણ મત ઓનલાઈન ડિલીટ કરી શકાતા નથી. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

પંચે આલંદ બેઠક મુદ્દે શું કહ્યું

રાહુલ ગાંધીએ વોટ ડિલિટ મુદ્દે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, ગત ચૂંટણીમાં કર્ણાટકના આલંદ મતવિસ્તારમાંથી 6,018 મત ડિલીટ કરવામાં આવ્યા હતા. પંચે આ અંગે જવાબ આપ્યો કે, 2023માં આલંદમાં આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની નોંધ લેવામાં આવી હતી. ચૂંટણી પંચે પોતે જ આ મામલે FIR દાખલ કરાવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતીય લોકશાહીનો નાશ કરનારાઓને દેશના મુખ્ય ચૂંટણી કમિશનર બચાવી રહ્યા છે. હું આ પ્લેટફોર્મ પરથી એવું કંઈ નહીં કહું જે 100% સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે મારા દેશને પ્રેમ કરું છે, મારા બંધારણને પ્રેમ કરું છું. લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરું છું. હું તે પ્રક્રિયાનું રક્ષણ કરી રહ્યો છું. હું અહીં એવું કંઈ નહીં કહું જે 100% પુરાવા પર આધારિત ન હોય અને જેની તમે ચકાસણી ન કરી શકો.

આ સમાચાર શેર કરો