Cash For Votes: ભાજપ નેતા વિનોદ તાવડે વિરુદ્ધ પૈસાની વહેંચણીના આરોપમાં FIR દાખલ, ચૂંટણી પંચની કાર્યવાહી
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે ચૂંટણી પંચે જનપ્રિતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત એફઆઈઆર દાખલ છે. તાવડેની સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે.
તાવડેને મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓને ઘેરી લીધા હતા. BVA ના કાર્યકર્તાનો આરોપ છે કે, તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતાં. જોકે, તાવડેએ આ આરોપોને નકારી દીધા છે. વિરોધીઓએ હાલ આખી વિવાંતા હોટલને સીલ કરી દીધી છે અને સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ જણાઈ રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભાજપની બાતમી અને ભાવિ મુખ્યમંત્રીનો ચહેરો! વિનોદ તાવડેનું પોલિટિકલ એન્કાઉન્ટર?
આ હોબાળા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર પોતાના દીકરા ક્ષિતિજ ઠાકુર સાથે હોટલ પહોંચ્યા છે. હિતેન્દ્રનો આરોપ છે કે, વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે. જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
તાવડેએ કર્યો બચાવ
તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે, હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.
ED ઓફિસરોએ મારી બેગ ચેક કરીઃ ઉદ્ધવ
આ તમામ હોબાળા વચ્ચે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન સામે આવ્યું છે. ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારો બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. કાલે પણ અનિલ દેશમુખ પર જે પ્રકારે હુમલો થયો, તેના પથ્થર ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી જોઈતી હતી. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે.








