મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ઓપરેશન લોટ્સ'ની તૈયારીમાં ભાજપ!, આ રાજ્યમાં મોટી પાર્ટી ઉપર ઘેરાઈ શકે છે સંકટ

દેશમાં ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી આયારામ ગયારામ એ કંઈ નવા જુની નથી. સત્તાધારી પક્ષ સાથે જોડાવા ઘણાં ધ

'ઓપરેશન લોટ્સ'ની તૈયારીમાં ભાજપ!, આ રાજ્યમાં મોટી પાર્ટી ઉપર ઘેરાઈ શકે છે સંકટ

દેશમાં ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી આયારામ ગયારામ એ કંઈ નવા જુની નથી. સત્તાધારી પક્ષ સાથે જોડાવા ઘણાં ધારાસભ્યો તૈયાર હોય છે. ઘણાં તકવાદી ધારાસભ્યો પોતાની પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં ગોઠવાઈ જતા હોય છે. ઘણાં રાજ્યોમાં ઓપરેશન લોટસ થયાની ઘટના પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે હવે વધુ એક રાજ્યમાં ઓપરેશન લોટસ થાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક નેતાઓના નિવેદનોથી રાજકીય નિષ્ણાંતો આવી આશંકા સેવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ 'બાંગ્લાદેશ ના માને તો હિન્દુઓની રક્ષા કરવા બીજો રસ્તો અપનાવો', RSSની મોદી સરકારને અપીલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 230 બેઠકો મળી છે. જેમાં ભાજપે એકલા હાથે 148 બેઠકો પર ચૂંટણી લડીને 132 બેઠકો પર જીત મેળવી છે. ભાજપને મહારાષ્ટ્રમાં એકલા હાથે સત્તા પર રહેવા માટે અર્થાત બહુમત માટે 145 સીટો હોવી જરૂરી છે. મહારાષ્ટ્રમાં સીએમ પદ ભાજપ પાસે રહ્યું છે. ભાજપ પહેલી વખત આટલી સીટો સાથે સત્તામાં છે. ત્યારે હવે એવા સમાચાર છે કે શરદ પવારની પાર્ટીના ઘણા સાંસદો ભાજપના સંપર્કમાં છે. જેઓ પાર્ટી બદલી શકે છે. આ સાંસદોનું કહેવું છે કે,કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ રાજ્યમાં સત્તામાં છે. આવી સ્થિતિમાં ભાજપ સાથે જવાથી પોતાના મત વિસ્તારનો વિકાસ કરવામાં સરળતા રહેશે.

મહાવિકાસ અઘાડીના ઘણા સાંસદો અને ધારાસભ્યો અમારા સંપર્કમાં 

ભાજપના નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે, મહાવિકાસ અઘાડીના ઘણા સાંસદો અને ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ખાસ કરીને શરદ પવારના સાંસદો અમારા સંપર્કમાં છે. આ ઉપરાંત મહાગઠબંધનના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. તેઓનું કહેવું છે કે, વિકાસ એ પ્રથમ પ્રાથમિકતા છે. ઘણા સાંસદોને ભાજપ સાથે જવા માટે કાર્યકરોનું દબાણ છે. પ્રવીણ દરેકરે કહ્યું કે સત્તા વિના યોગ્ય વિકાસ શક્ય નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને પછી ફડણવીસની મહારાષ્ટ્ર સરકાર ઝડપથી વિકાસ કાર્યો કરશે.

ભાજપ અનૈતિક રીતે સત્તા કબજે કરવામાં વ્યસ્ત: વિદ્યા ચૌહાણ

એનસીપી નેતા વિદ્યા ચૌહાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મહાયુતિ લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ અનૈતિક રીતે સત્તા કબજે કરવામાં વ્યસ્ત છે. આ એ જ લોકો છે જેઓએ ધારાસભ્યોનું અપહરણ કરીને ગુવાહાટી લઈ ગયા. EVM સાથે પણ છેડછાડ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર મજબૂત હોવા છતાં કેન્દ્રમાં સંખ્યા ઓછી છે.

શરદ પવારની પાર્ટીના અસ્તિત્વ પર પણ ખતરો 

ભાજપ મહારાષ્ટ્રમાં એકહથ્થુ સત્તા જમાવવા માટે સાંસદોને તોડવા માંગે છે, પરંતુ તેઓ આમાં સફળ નહીં થાય. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. આવી સ્થિતિમાં એનસીપીના કેટલાક સાંસદો તેમની સાથે જાય તો તેમનો પક્ષ મજબૂત બની શકે છે. પરંતુ આનાથી શરદ પવારની પાર્ટીના અસ્તિત્વ પર પણ ખતરો ઉભો થશે કારણ કે તેમના માત્ર 10 ધારાસભ્યો જ જીત્યા છે.

આ સમાચાર શેર કરો