મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કુંદરકીમાં 31 વર્ષ બાદ BJPની જીત,  મુસ્લિમ બહુલ બેઠકમાં મુસ્લિમ મતદારોએ ભાજપને જીતાડ્યુ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે દેશની કુલ 50 બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો

કુંદરકીમાં 31 વર્ષ બાદ BJPની જીત,  મુસ્લિમ બહુલ બેઠકમાં મુસ્લિમ મતદારોએ ભાજપને જીતાડ્યુ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે  દેશની કુલ 50 બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશની કુંદરકી વિધાનસભા બેઠક પર ભાજપે 31 વર્ષ બાદ જીત મેળવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, મુસ્લિમ બહુલ બેઠકમાં મુસ્લિમ મતદારોએ ભાજપના ઉમેદવારને જીતાડ્યા છે. 

ઉત્તરપ્રદેશની કુંદરકી વિધાનસભા બેઠક સહિત કુલ 9 બેઠકો પર પેટાચૂંટણી ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામ સામે આવી રહ્યા છે. જે પૈકી અત્યાર સુધી 7 બેઠકો પર ભાજપે કબ્જો જમાવી લીધો છે.  

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની સંસદમાં એન્ટ્રી, વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં જીત

 

મુસ્લિમ મતદારોએ ભાજપના ઉમેદવારને 1 લાખ કરતા વધુ મતથી જીતાડ્યા

ઉત્તરપ્રદેશની કુંદરકી વિધાનસભા બેઠક પર ભાજપે 31 વર્ષ બાદ બેઠક જીતી છે. મુસ્લિમ બહુલ બેઠકમાં મુસ્લિમ મતદારોએ ભાજપના ઉમેદવાર રામવીર સિંહે 1.40 લાખ કરતા વધુ મતથી જીતાડ્યા છે.

કુરંદકી વિધાનસભા બેઠક એક માત્ર હિન્દુ ઉમેદવાર

સૌથી મહત્ત્વની વાત એ છે કે, કુરંદકી વિધાનસભા બેઠક એક માત્ર હિન્દુ ઉમેદવાર હતા. બાકી અન્ય તમામ ઉમેદવાર મુસ્લિમ હતા. ભાજપના ઉમેદવાર રામવીર સિંહે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મહમ્મદ રિઝરવાનને હરાવ્યા.  

ભાજપના ઉમેદવારે સાઈકલની હવા કાઢી નાખી

કુંદરકી વિધાનસભા બેઠકને સપાનો ગઢ મનાતો હતો. પરંતુ પેટાચૂંટણી ભાજપના ઉમેદવારે સાઈકલની હવા કાઢી નાખી છે. ભાજપના ઉમેદવાર રામવીર સિંહની જીતથી ભાજપે ઇતિહાસ રચી દીધો છે. 

55 ટકા મુસ્લિમ મતદારોનું ભાજપને સમર્થન

કુંદરકીના 55 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. કુંદરકીમાં કુલ 57.7 ટકા મતદાન થયું હતું. જેમાં 65 ટકા મુસ્લિમ મતદારો છે. મતદાનના દિવસે અખિલેશ યાદવે ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આરોપ પણ મૂક્યો હતો. સપાના સમર્થકોને મત આપતાં અટકાવવામાં આવ્યા હોવાની ફરિયાદો પણ થઈ હતી. અમુક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. પણ અંતે તો ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે.

આ સમાચાર શેર કરો