મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'એવું તો શું જરૂરી કામ હતું', ચીફ જસ્ટિસના શપથમાં રાહુલ ગાંધી ગેરહાજર રહેતા ભાજપ ભડક્યું

ચીફ જસ્ટિસ સૂર્યકાંતના શપથગ્રહણ સમારંભમાં રાહુલ ગાંધીના ગાયબ રહેવા પર ભાજપે

'એવું તો શું જરૂરી કામ હતું', ચીફ જસ્ટિસના શપથમાં રાહુલ ગાંધી ગેરહાજર રહેતા ભાજપ ભડક્યું

ચીફ જસ્ટિસ સૂર્યકાંતના શપથગ્રહણ સમારંભમાં રાહુલ ગાંધીના ગાયબ રહેવા પર ભાજપે સવાલ ઉઠાવ્યો છે.મહત્ત્વપૂર્ણ છે કે જસ્ટિસ સૂર્યકાંતે ભારતના મુખ્ય ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમણે પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તીઓ પણ હાજર રહી હતી પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવ્યા નહતા. રાહુલ ગાંધીની ગેરહાજરીને લઇને ભાજપે હવે સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધી ચીફ જસ્ટિસના શપથગ્રહણ સમારંભમાં ગેરહાજર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેશવને X પર પોસ્ટ કરતા લખ્યુ, આજે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના ચીફ જસ્ટિસના શપથગ્રહણ સમારંભમાં પહોંચ્યા નથી. કેસવને લખ્યુ કે ઉપરાષ્ટ્રપતિનો શપથગ્રહણ હોય કે સ્વતંત્રતા દિવસ સમારંભ હોય રાહુલ ગાંધી ક્યાય જતા નથી, તેનાથી માત્ર એક જ વાત સાબિત થાય છે કે રાહુલ ગાંધીને દેશની બંધારણીય પ્રક્રિયા પર વિશ્વાસ નથી. આટલું જ નહીં, તેનાથી તેમની બાબા આંબેડકરજીની બંધારણ પ્રત્યે નાપસંદગી પણ જાહેર થાય છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ લખ્યુ કે, કોંગ્રેસે ઇમરજન્સી લગાવીને બંધારણની હત્યા કરી છે. તે ખુદ લોકશાહી પરંપરાઓમાં વિશ્વાસ કરતા નથી. આ રીતની હરકતો લોકોની નજરોથી બચી નહીં શકે. મહત્ત્વપૂર્ણ છે કે જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં મુખ્ય ચીફ જસ્ટિસ તરીકે શપથ અપાવડાવ્યા હતા.

આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિતના નેતાઓ સામેલ થયા હતા.

આ સમાચાર શેર કરો