બિહારમાં NDA 200ને પાર: RJD-કોંગ્રેસના સૂપડા સાફ; શું નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે?
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની મતગણતરી ચાલી રહી

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણમાં NDA 190 બેઠક પાર કરતી જોવા મળે છે. BJP સૌથી મોટી પાર્ટી જ્યારે JDU બીજા નંબર પર છે. RJD-કોંગ્રેસનું બિહારમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે.
'બિહાર કા મતલબ નીતિશ કુમાર', શહેરોમાં પોસ્ટર લાગ્યા
બિહારમાં NDAની ભવ્ય જીતના સંકેત વચ્ચે શહેરોમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર એવા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. 243 બેઠકોમાંથી ભાજપ 84 અને જેડીયુ 76 બેઠક પર જીતતો દેખાય છે. જ્યારે એલજેપીના ખાતામાં 22 અને અનેડીએના અન્ય સહયોગી પક્ષોના ખાતામાં 7 બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 35, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપીના ખાતામાં માત્ર 1 જ બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનના અન્ય પક્ષોના ખાતામાં 9 બેઠક આવતી દેખાય છે. જો કે આ ફાઈનલ રિઝલ્ટ નથી.





