મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Bihar Elections: બિહાર ચૂંટણીમાં ગૃહ મંત્રાલયે તેજપ્રતાપ યાદવને Y પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય લીધો

Bihar Elections: આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા

Bihar Elections: બિહાર ચૂંટણીમાં ગૃહ મંત્રાલયે તેજપ્રતાપ યાદવને Y પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય લીધો

Bihar Elections: આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજમ જનશક્તિ દળના સંસ્થાપક તેજપ્રતાપ યાદવને કેન્દ્ર સરકારે Y-Plus  કેટેગરીની સુરક્ષા આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ પછી સીઆરપીએફની સુરક્ષા ટીમ તેઓની સુરક્ષા પુરી પાડશે. તેજપ્રતાપ યાદવને આ સુરક્ષા વીઆઈપી પ્રોટેક્શન લિસ્ટ હેઠળ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં તેઓની સુરક્ષા લઈને સ્પેશિયલ રિપોર્ટ સોંપ્યો હતો, જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેજપ્રતાપ યાદવ તાજેતરમાં ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને જણાવ્યું કે, આ આખો મામલો શ્યામ કિશોર ચૌધરીનો છે. તેઓને પક્ષનું પ્રતીક અપાયું હતું. પરંતુ તેઓએ પૂછયા વગર મહાગઠબંધન અને વીઆઈપી અધ્યક્ષ મુકેશ સહનીનો ટેકો લઈ લીધો હતો. આ મુદ્દાને લઈ તેઓ ચૂંટણીપંચની કચેરીએ પહોંચ્યા હતા. જેથી કિશોરની ઉમેદવારી રદ્દ કરાવી શકે.

તેજપ્રતાપના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચે તેઓને કહ્યું કે, તેઓ પોતાના પક્ષના લેટરહેડ પર લેખિત ફરિયાદ આપે, જેથી પગલાં લેવાઈ શકે. જ્યારે સુરક્ષાને લઈ તેઓએ કહ્યું કે, બિહારમાં સ્થિતિ એવી છે કે, ક્યારે કોણ હુમલો કરી દે કંઈ કહેવાય નહીં. જેથી તેઓને કેન્દ્ર સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગણી કરી હતી.

Y-પ્લસ કેટેગરીની સુરક્ષા કેવી હશે?
આ પ્રકારની સુરક્ષામાં 11 સશસ્ત્ર પોલીસ કમાન્ડોની તૈનાતીનો સમાવેશ થાય છે, જેમાં VIPના ઘરની અંદર અને તેની આસપાસ પાંચ સ્ટેટિક પોલીસ કર્મચારીઓ તેમની સુરક્ષા માટે તૈનાત હોય છે. છ PSO પણ ત્રણ શિફ્ટમાં સુરક્ષા પૂરી પાડે છે.

જો તેઓ ચૂંટણી જીતે છે, તો તેઓ કોને ટેકો આપશે?
તેજપ્રતાપ યાદવ બિહારના મહુઆ મતવિસ્તારમાંથી રાજકીય ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આ દરમિયાન, તેજ પ્રતાપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની રાજકીય વ્યૂહરચના અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનો પક્ષ રોજગાર પૂરી પાડતી, સ્થળાંતર બંધ કરતી અને બિહારમાં વાસ્તવિક પરિવર્તન લાવતી કોઈપણ સરકારને ટેકો આપશે

તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ચૂંટણી પરિણામો પછી તેને સંભવિત ગઠબંધનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતે ભવિષ્યમાં મુખ્યમંત્રી પદની રેસમાં ઉતરી શકે છે, ત્યારે તેજ પ્રતાપે હસીને કહ્યું, "જુઓ, તે પછીની વાત છે." જનતા જ માલિક છે, જનતા બનાવે છે અને નાશ કરે છે, બધું જનતાના હાથમાં છે. 

 પોતાની જાહેરસભામાં લીલો રૂમાલ જોઈ ગુસ્સે ભરાયા તેજપ્રતાપ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે યોજાવાનું છે. જેમાં 122 સીટનો નિર્ણય થવાનો છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણી પ્રચાર અભિયાન ઝડપી કરી દીધું છે. આ પ્રકરણમાં શનિવારે ગયાના વજીરગંજમાં તેજપ્રતાપ યાદવ જનશક્તિ પાર્ટીના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે રાજદ પાર્ટી સામે ભરપૂર વાક્ પ્રહાર કર્યા હતા.

તેજપ્રતાપ યાદવ જાહેરસભામાં લીલા રૂમાલ ધરાવતા એક વ્યકિતને જોઈ ઉકળી ઉઠયા અને લાલુપ્રસાદ યાદવની સ્ટાઈલમાં ચિસ પાડી, લીલો રૂમાલ ઉતારો, અહીં પીળો રૂમાલ ચાલશે. તેઓએ કહ્યું કે, લીલો રૂમાલ જયચંદની પાર્ટીનો છે, જે અમને પરિવાર અને પક્ષમાંથી કાઢી મૂક્યા. ઘણા બધા બહુરુપિયા ફરી રહ્યા છે. તેઓએ નામ લીધા વગર રાજદ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો જનતાને ભ્રમિત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો