મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BIHAR Election: 3 જિલ્લામાં લોકોએ વિવિધ મુદ્દે કર્યો મતદાનનો બહિષ્કાર, 10માં EVM ખરાબ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ઘણાં ગામડાઓ

BIHAR Election: 3 જિલ્લામાં લોકોએ વિવિધ મુદ્દે કર્યો મતદાનનો બહિષ્કાર, 10માં EVM ખરાબ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ઘણાં ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તો ઘણી જગ્યાએ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પણ બની છે. ઘણા મતદાન મથકો પરથી EVM ખરાબીના અહેવાલો પણ સામે આવ્યા છે. આ વચ્ચે નાલંદાથી સમાચાર આવ્યા છે કે, અપંગ મતદારોને મતદાન મથકો પર સુવિધાઓનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

આ વિસ્તારોમાં મતદાનનો બહિષ્કાર
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પટણા જિલ્લાના ફતુહા વિધાનસભા મતવિસ્તારમાં જમીન વિવાદને કારણે એક પણ મત પડી શક્યો ન હતો. દરભંગાના કુશેશ્વરસ્થાન પૂર્વ બ્લોકના સુઘરૈન ગામમાં લોકોએ "રસ્તો નહીં, તો મત નહીં" ના નારા લગાવતા મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જોકે CO ગોપાલ પાસવાન, BDO પ્રભા શંકર મિશ્રા અને BPM અનુ કુમારીએ લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા, પોલીસે માર્ચ કરી પરંતુ ગ્રામીણ તેમની એક વાત માન્યા નહીં. ગ્રામજનો અડગ રહ્યા હતા.મુઝફ્ફરપુરમાં ત્રણ મતદાન મથકો પર લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. ગાયઘાટ વિધાનસભા મતવિસ્તારમાં બૂથ નંબર 161, 162 અને 170 પર ઓવર બ્રિજ અને રોડ બાંધકામ મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો.

આ મતદાન મથકો પર બૂથ કેપ્ચરિંગના સમાચાર

અહેવાલો અનુસાર, લખીસરાય જિલ્લાના હલસીના ખુડયારી ગામમાં મતદાન મથક નંબર 404 અને 405 પર બૂથ કેપ્ચરિંગની ઘટના થઈ. લખીસરાય નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાનો મતવિસ્તાર છે. બૂથ કેપ્ચરિંગની માહિતી મળતાં પોલીસ અધિક્ષક અજય કુમાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર ગામમાં ફ્લેગ માર્ચ કરી. ફ્લેગ માર્ચ બાદ એસપીએ જણાવ્યું કે બૂથ કેપ્ચરિંગની આવી કોઈ ઘટના બની નથી.

આ સમાચાર શેર કરો