બિહારમાં મતદાન વચ્ચે નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાના કાફલા પર હુમલો, RJD પર આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. 1 વાગ્યા સુધી 42 ટકા જેટલુ મતદાન થયું છે. બિહારમાં મતદાન વચ્ચે નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાના કાફલા પર લખિસરાયમાં હુમલો થયો છે. વિજય કુમાર સિન્હાએ RJD પર આરોપ લગાવ્યો છે.
RJDના ગુંડાઓએ હુમલો કર્યો- વિજય કુમાર સિન્હા
વિજય સિન્હાએ કહ્યું-RJDએ ગુંડાઓએ હુમલો કર્યો છે. અમારી ગાડી પર પથ્થરમારો થયો છે. ગાડી પર છાણ પણ ફેંકવામાં આવ્યું છે, અમે અહીં જ ધરણા પર બેસીશું. અહીંના SP એટલા કાયર છે કે તે કઇ કરી શકતા નથી.તંત્ર કાયર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પર હુમલો થઇ રહ્યો છે અને ગુનેગારોનું આટલુ મનોબળ વધેલું છે.
મહત્ત્વપૂર્ણ છે કે નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા લખીસરાય વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર છે. આજે સવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પોતાના વિસ્તારમાં પોલિંગ બૂથ પર વોટ નાખ્યા બાદ તે પ્રવાસે નીકળ્યા હતા અને તેમના કાફલા પર હુમલો થયો હતો. લોકોની હરકત જોઇને વિજય કુમાર સિન્હા ભડકી ગયા હતા. વિજય કુમાર સિન્હાએ કહ્યું કે,NDA સત્તામાં આવી રહી છે, જે RJDના ગુંડાઓની છાતી પર બુલડોઝર ચલાવશે. તે ગુંડા ગામમાં જવા દેતા નથી, તેમણે પોલિંગ એજન્ટને ભગાવી દીધો છે, તેમને વોટ પણ નાંખવા નથી દીધો.

