Video: વિલક્કુથૂન વિસ્તારમાં કચરો હટાવવાની કામગીરી શરૂ

સોર્સ: gstv

તમિલનાડુના મદુરાઈ શહેરના વિલક્કુથૂન વિસ્તારમાં દિવાળીના તહેવારની ઉજવણી બાદ રસ્તાઓ પર કચરાનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. તહેવાર પૂર્ણ થતાં જ મદુરાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ વહેલી સવારથી રોડ-રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા. કર્મચારીઓએ એકત્ર થયેલા ફટાકડાના અવશેષો અને અન્ય કચરાને દૂર કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને વેપારી અને રહેણાંક વિસ્તારોમાંથી કચરો સત્વરે ખસેડવામાં આવી રહ્યો છે, જેથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે.

આ સમાચાર શેર કરો

જાહેરાત