મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે', મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં રૂપિયા 5,400 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્ય

'TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે', મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં રૂપિયા 5,400 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતા સમયે તેમણે મમતા સરકાર  અને TMCને રાજ્યના વિકાસમાં અવરોધરૂપ ગણાવ્યા હતા. બંગાળ પરિવર્તન અને વિકાસ ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકાર વિકાસના માર્ગમાં દિવાલ બની છે. 

'ભાજપને એક વાર તક આપો'

પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર પર હુમલો કરવા સાથે રાજ્યના લોકોને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'ભાજપ વતી હું તમને વિનંતી કરું છું કે અમને એકવાર તક આપો. રાજ્યમાં એવી સરકાર પસંદ કરો જે મહેનતુ, પ્રામાણિક અને મજબૂત હોય. બંગાળના વિકાસની ગતિને વેગ આપે.'

ટીએમસી સરકાર વિકાસના માર્ગમાં દિવાલ છે - પીએમ મોદી

પીએમ મોદીએ રેલીમાં સંબોધન કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના વિકાસમાં અવરોધરૂપ દિવાલની બનીને ટીએમસી સરકાર ઉભી છે. પશ્ચિમ બંગાળમાં જે દિવસે આ દિવાલ પડી જશે, તે દિવસથી બંગાળ વિકાસની ગતિ પકડશે. આ પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે ટીએમસી સરકાર જશે.

બંગાળને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવાનું છે - પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ શ્રાવણની શુભકામનાઓ આપવા સાથે શરૂઆત કરતા કહ્યું કે, 'આ પવિત્ર સમયમાં બંગાળના વિકાસ પર્વનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.' આજે શરૂ થયેલા પ્રોજેક્ટ્સ બંગાળને વર્તમાન ખરાબ તબક્કામાંથી બહાર કાઢવાનું પ્રતીક છે.આજે અહીં ૫,૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે પશ્ચિમ બંગાળ માટે સમૃદ્ધ અને વિકસિત ભવિષ્યનું સ્વપ્ન જોયું છે. આ પ્રોજેક્ટ્સ તે સ્વપ્નને સાકાર કરવા તરફનું એક મોટું પગલું છે.

બેરોજગારી અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ બેરોજગારી અને સ્થળાંતર અંગે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, એક સમય હતો જ્યારે લોકો રોજગાર માટે બંગાળ આવતા હતા, પરંતુ આજે સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ છે. અહીંના યુવાનો નાની નાની નોકરીઓ મેળવવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો