મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને બેલ્જિયમ કોર્ટની મંજૂરી, ગમે ત્યારે ભારત લવાશે

ભાગેડુ મેહુલ ચોક્સીને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકે છે. બેલ્જિયમમાં

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને બેલ્જિયમ કોર્ટની મંજૂરી, ગમે ત્યારે ભારત લવાશે

ભાગેડુ મેહુલ ચોક્સીને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકે છે. બેલ્જિયમમાં મેહુલ ચોક્સીની ધરપકડ કર્યાને પાંચ મહિના બાદ હવે સ્થાનિક કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. જેને પગલે તેને ગમે ત્યારે ભારતમાં લાવવામાં આવી શકે છે. સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે ભારતની વિનંતી પર મેહુલ ચોક્સીની ધરપકડ કરવાનો નિર્ણય યોગ્ય હતો.

મેહુલ ચોક્સીને ગમે ત્યારે ભારત લવાશે

એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બેલ્જિયમની પોલીસે ભારતના કહેવાથી મેહુલ ચોક્સીની જે ધરપકડ કરી હતી તેને સ્થાનિક કોર્ટે યોગ્ય અને કાયદેસર ગણાવી છે. જે દર્શાવે છે કે ભારત આ મામલે મજબુત સ્થિતિમાં છે. આ આદેશ આ ભારતની તરફેણમાં આવ્યો છે, માટે મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાનું હવે વધુ સરળ બની ગયું છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મળીને બેન્કો સાથે 13 હજાર કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું અને બાદમાં વિદેશ ભાગી ગયા હતા. બેલ્જિયમના સરકારી વકીલોની ટીમમાં CBI અને અન્ય ભારતીય સરકારી અધિકારીઓ સામેલ થયા હતા અને મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે મજબુત દલીલો કરી હતી.

મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક તૈયાર
 
66 વર્ષીય મેહુલ ચોક્સીની 11મી એપ્રીલના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી.CBI દ્વારા કરાયેલી વિનંતી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.જે બાદ મેહુલ ચોક્સીએ અનેક કોર્ટોમાં જામીન અરજીઓ કરી હતી જે તમામને નકારી દેવામાં આવી હતી.ભારતીય અધિકારીઓએ બેલ્જિયમ સરકારને ખાતરી આપી છે કે જો મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ દ્વારા ભારતને સોંપવામાં આવશે તો તેને મુંબઇની આર્થર રોડ સ્થિત જેલમાં રાખવામાં આવશે અને ત્યાં બેરેક નંબર 12માં રાખવાની પુરતી સુવિધા છે. હવે મેહુલ ચોક્સીને ગમે ત્યારે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો