અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ/ મુખ્ય સૂત્રધાર ટિન્નુ યાદવ સહિત તમામ ૮ આરોપીઓની ધરપક
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવતી રકમમાં ચોરી કરવાના મામલે ઉત્તર પ

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવતી રકમમાં ચોરી કરવાના મામલે ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું એક્શન લીધું છે. આ હાઈ-પ્રોફાઈલ Donation Theft Case માં ગુરુવારે સાંજે કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ આઠ નામજદ આરોપીઓની પોલીસે સત્તાવાર રીતે ધરપકડ (Arrest) કરી લીધી છે. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આખી રાત ચાલેલી કડક પૂછપરછ બાદ શુક્રવારે સવારે આ કાર્યવાહી કરવામાં આવી છે, અને આજે જ તમામ આરોપીઓને કોર્ટ (Court) માં રજૂ કરવામાં આવશે.
એક્શન પાછળનું કારણ: કોણે નોંધાવી હતી FIR?
રામ મંદિર ચઢાવા ચોરીના આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સમગ્ર મામલાની તપાસ SIT (Special Investigation Team) ને સોંપવામાં આવી હતી. એસઆઈટીના અહેવાલ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ (Tahrir) દાખલ કરવામાં આવી હતી. આ FIR નોંધાતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.
કોણ છે ધરપકડ કરાયેલા આ ૮ આરોપીઓ?
ધરપકડ કરાયેલા તમામ લોકો રામ મંદિરમાં આવતા દાન અને ચઢાવાની રકમની ગણતરી (Cash Counting) ના કામ સાથે જોડાયેલા હતા. તેમના નામ નીચે મુજબ છે:
૧. રમાકાંત ઉર્ફે ટિન્નુ યાદવ (સુપરવાઈઝર)
૨. સુભાષ શ્રીવાસ્તવ (ઇન્ચાર્જ/મોનિટરિંગ)
૩. અનુકલ્પ મિશ્રા (કેશિયર)
૪. લવકુશ મિશ્રા (કેશિયર)
૫. અવિનાશ શુક્લા (કેશિયર)
૬. કરુણેશ પાંડે (કેશિયર)
૭. મનીષ યાદવ (કેશિયર)
૮. રમાશંકર મિશ્રા (કેશિયર)
આ આરોપીઓમાંથી છ લોકો મુખ્ય કેશિયર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે સુભાષ શ્રીવાસ્તવ આ તમામ કેશિયરોના હિસાબ-કિતાબ પર નજર રાખતો હતો અને ટિન્નુ યાદવ કેશ કાઉન્ટિંગને સુપરવાઈઝ કરી તેને બેંક સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.
ઓટો ડ્રાઈવરથી ₹૫૦ કરોડનો આસામી બનેલો 'ટિન્નુ યાદવ' છે મુખ્ય વિલન!
પોલીસ અને એસઆઈટીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દાનની રકમમાં સૌથી મોટી ચોરી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવે કરી છે. ચઢાવાની રકમ રાખવામાં આવતા તમામ બોક્સની ચાવીઓ (Keys) પણ ટિન્નુ પાસે જ રહેતી હતી. મંદિરમાં કોને કઈ નોકરી આપવી અને કેશ કાઉન્ટિંગમાં કોને રાખવા તે બધું જ ટિન્નુ નક્કી કરતો હતો. રામ મંદિર પરિસરમાં સુરક્ષા જવાનોની તૈનાતી ક્યાં કરવી તેમાં પણ તેનો જ હુકમ ચાલતો હતો.
ટિન્નુ યાદવનો ઇતિહાસ:
બેકગ્રાઉન્ડ: ટિન્નુ યાદવના પિતા અયોધ્યામાં ચા વેચતા હતા અને ટિન્નુ પોતે અગાઉ ઓટો રિક્ષા ચલાવતો હતો. ત્યારબાદ તે ચંપત રાયનો ડ્રાઈવર બન્યો અને ધીમે-ધીમે વિશ્વાસ જીતીને તેણે મંદિર મેનેજમેન્ટની તમામ મોટી જવાબદારીઓ પોતાના હસ્તક લઈ લીધી.
એક સમયે ઓટો ચલાવતો ટિન્નુ આજે અયોધ્યા અને લખનઉમાં આશરે ₹૫૦ કરોડથી વધુની પ્રોપર્ટી (Property) નો માલિક છે. અયોધ્યા એરપોર્ટ પાસે તેની ૭૦ રૂમની ભવ્ય હોસ્ટેલ છે, વૈભવી આલીશાન બંગલા અને મોંઘી ગાડીઓ છે, તેમજ અયોધ્યાની અનેક હોટલો અને રેસ્ટોરાંમાં તેની ભાગીદારી (Partnership) હોવાનું પણ સામે આવ્યું છે.
હવે એફઆઈઆર (FIR) દાખલ થયા બાદ પોલીસ આ સમગ્ર Financial Fraud અને અપ્રમાણસર સંપત્તિના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.








