મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: ટ્રસ્ટે વહીવટીતંત્રને આર્થિક વિગતો આપવાનો કર્યો ઈનકાર, SIT તપાસનો આપ્યો હવાલો

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દા

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે હવે અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવામાં હેરાફેરી અને ચોરી મામલે નવો ખુલાસો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન કાર્યાલય તરફથી જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવેલા પત્ર પર SIT તપાસનો હવાલો આપીને નાણાકીય માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. PMOએ અયોધ્યાના સ્થાનિક ભાજપ નેતા રજનીશ સિંહ દ્વારા લખવામાં આવેલા પત્ર પર જ્યારે જિલ્લા વહીવટીતંત્રે રામ મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન, બેંક ખાતાઓ, જમીનની લેણદેણ અને સંપત્તિ અંગેની માહિતી માગી તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપીને પોતાની સંપત્તિની વિગતો આપવાનો ઈનકાર કરી દીધો છે.

આ સમાચાર શેર કરો