Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Devotees throng the famous Hanumangarhi temple on the auspicious occasion of 'Bada Mangal' in Ayodhya

VIDEO: અયોધ્યામાં 'બડા મંગળ'ના પાવન અવસરે પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જેઠ મહિનાના પાંચમા 'બડા મંગળ'ના પાવન અવસરે પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ લાંબી લાઈનો લગાવીને બજરંગબલીના દર્શન કર્યા હતા અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ખાસ દિવસે સમગ્ર અયોધ્યા નગરી જય શ્રી રામ અને જય હનુમાનના નારાઓથી ગુંજી ઉઠી હતી. ભક્તો માટે ઠેર-ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ હતી. મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

App Store

 

 

 

ટોપિક્સ:ayodhyahanumangarhidevotees