મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : અયોધ્યામાં શ્રદ્ધાનું ઘોડાપૂર

અયોધ્યામાં જ્યેષ્ઠ અધિક માસની સોમવતી અમાવસ્યા પર શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો.. પવિત્ર સરયૂ ઘાટ પર લાખો ભક્તોએ આસ્થાની ડૂબકી લગા

અયોધ્યામાં જ્યેષ્ઠ અધિક માસની સોમવતી અમાવસ્યા પર શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો.. પવિત્ર સરયૂ ઘાટ પર લાખો ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું, જ્યાં મહંત સીતારામ દાસજી મહારાજની ઉપસ્થિતિ અને ભક્તોના હર્ષોલ્લાસથી સમગ્ર અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી..

ઉત્તર પ્રદેશના પવિત્ર અને ઐતિહાસિક નગર અયોધ્યામાંથી ભક્તિભાવથી સભર અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે.. જ્યેષ્ઠ અધિક માસની સોમવતી અમાવસ્યાના પરમ પવિત્ર અવસરે અયોધ્યાના જગપ્રસિદ્ધ સરયૂ ઘાટ પર શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટ્યો હતો.. આ ધાર્મિક પર્વનું વિશેષ મહત્વ હોવાને કારણે દેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા.. વહેલી સવારથી જ સરયૂ નદીના કિનારે શ્રદ્ધાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, જ્યાં એકત્રિત થયેલી ભારે ભીડે પવિત્ર સરયૂ જળમાં આસ્થાની ડૂબકી લગાવીને હરિ સ્નાન કર્યું હતું. આ દિવ્ય મહોત્સવના ખૂબ જ મનમોહક અને નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા, જે અયોધ્યાની આધ્યાત્મિક ભવ્યતાના દર્શન કરાવતા હતા.

આ પાવન પ્રસંગે અયોધ્યાના સુપ્રસિદ્ધ સંત પૂજ્ય મહંત સીતારામ દાસજી મહારાજીએ સોમવતી અમાવસ્યા અને અધિક માસના દુર્લભ સંયોગનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે, આ દિવસે સરયૂ નદીમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘાટ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પણ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને હર હર ગંગેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી તમામ ભક્તોએ કોઈપણ મુશ્કેલી વિના શાંતિપૂર્ણ રીતે સ્નાન અને પૂજનની વિધિ સંપન્ન કરી હતી..

આ સમાચાર શેર કરો