આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, અન્ય નેતા પણ મંત્રી પદના શપથ લેશે
આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્મંયત્રી તરીકે શપથ લેશે. આતિશીની સાથે અન્ય નેતા પણ મંત્રી પદના શપથ લેશે. દિલ્હીના LG

આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્મંયત્રી તરીકે શપથ લેશે. આતિશીની સાથે અન્ય નેતા પણ મંત્રી પદના શપથ લેશે. દિલ્હીના LGએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને આતિશી દ્વારા નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરતો પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. દિલ્હીના LGએ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ 21 સપ્ટેમ્બર આપી હતી.
આતિશી મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં પોતાની સરકારનો બહુમત સાબિત કરશે. આપ સરકારે 26-27 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી પણ ફેબ્રુઆરીના પ્રારંભમાં થવાની શક્યતા છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જોકે, આપના સંયોજકને LG વી.કે.સક્સેનાની સહમતિ વગર પોતાની ઓફિસ કે દિલ્હી સચિવાલય જવા અથવા ફાઇલો પર હસ્તાક્ષર કરતા રોકવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી મહિલા સમ્માન યોજનાને લાગુ કરવી સૌથી મોટો પડકાર
મુખ્યમંત્રીના રૂપમાં આતિશીએ પોતાના નાના કાર્યકાળ દરમિયાન આ મુદ્દા સહિત અન્ય પણ કેટલાક પડકાર સામે લડવું પડશે. સૌથી મોટો પડકાર ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મહિલા સમ્માન યોજના લાગુ કરવાનો છે. આ યોજના હેઠળ દિલ્હીમાં 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની રકમ મળવાની છે. આતિશી કેજરીવાલને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા છે અને મુખ્યમંત્રી પદ જેવી મોટી જવાબદારી સોપવા માટે તેમનો આભાર માન્યો હતો. આતિશીએ કહ્યુ હતું કે તે કેજરીવાલના માર્ગદર્શનમાં જ સરકાર ચલાવશે.






