મણિપુરમાં ઉગ્રવાદીઓનું સેના પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4ને ઠાર માર્યા
મણિપુરના ચુરાચંદપુર જિલ્લાથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં સોમવારે વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થય

મણિપુરના ચુરાચંદપુર જિલ્લાથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં સોમવારે વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (UKNA)ના ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ઉગ્રવાદીઓએ સેનાના કાફલા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો, જેના કારણે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો.
મણિપુરના ચુરાચંદપુરમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત જૂથના ચાર ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. આજે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ ચારેય પ્રતિબંધિત મણિપુર સ્થિત સંગઠન, યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (UKNA) સાથે જોડાયેલા હતા. સુરક્ષા દળોને ખાનપી ગામ નજીક ઉગ્રવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. સવારે 5:30 વાગ્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
UNKA એ કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા
મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, ઘણા કુકી અને ઝોમી આતંકવાદી જૂથોએ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ UKNA ને આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું નથી. મણિપુરમાં આ ઓપરેશન અંગે માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર દરમિયાન ઘણા ઉગ્રવાદીઓ ઘાયલ થયા હતા અને ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, ગોળીબાર દરમિયાન ઘણા ઉગ્રવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
એન્કાઉન્ટર બાદ, સેનાએ ઘટનાની વિગતો આપતા કહ્યું કે, ઘટનાસ્થળેથી ભાગી ગયેલા ઉગ્રવાદીઓને શોધવા માટે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો શક્ય તેટલી વહેલી તકે તમામ ઉગ્રવાદીઓને શોધી કાઢવા માટે કામ કરી રહ્યા છે.






