મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતીય વાયુ સેનાનું 'જગુઆર' લડાકુ વિમાન ક્રેશ, રાજસ્થાનના ચુરુમાં બની ઘટના

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની ગુંજ હજુ લોકોના કાનમાં છે ત્યારે રાજસ્થાનમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ થયાના સમાચાર છે. ચુરુ

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની ગુંજ હજુ લોકોના કાનમાં છે ત્યારે રાજસ્થાનમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ થયાના સમાચાર છે. ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી સનસનાટી મચી ગઈ છે. સ્થાનિક લોકો પાસેથી અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં જ રાજલદેસર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. જોકે, પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી નથી.

રાજસ્થાનમાં ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામે સૈન્યનું વિમાન ક્રેશ થયું છે. જે ફાઈટર જેટ જગુઆર હોવાનું મનાય છે. જે ડેડબોડી મળી તે પાયલોટની હોવાનું લોકો માની રહ્યા છે. એરફોર્સનું આ વિમાન ક્યા કારણોસર તૂટ્યું તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. ફાઈટર જેટમાં કેટલા લોકો સવાર હતા. તે હજુ જાણ થઈ નથી. 

ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શી પ્રેમસિંહે જણાવ્યું હતું કે વિમાને કાબુ ગુમાવ્યા બાદ જમીન પર પડતાની સાથે જ વિમાનના નાના ટુકડા થઈ ગયા હતા. અને પ્લેન પડતાં જ ખેતરોમાં આગ લાગી ગઈ. વિમાનનો કાટમાળ ચારે બાજુ ફેલાયેલો છે. આ ઘટના બપોરે લગભગ 12:40 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની કોઈ માહિતી નથી, પરંતુ મૃતદેહોના ટુકડા અહીં વિખરાયેલા છે.

આ સમાચાર શેર કરો