દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલો અમોનિયમ નાઇટ્રેટ ગુજરાતથી આવવાનો શક, તપાસ એજન્સીનો ખુલાસો
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલો એમોનિયમ નાઇટ્રેટના સબંધમાં તપ

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલો એમોનિયમ નાઇટ્રેટના સબંધમાં તપાસ એજન્સીઓને શંકા છે કે તે ગુજરાતથી લાવવામાં આવ્યો હોઇ શકે છે. વિસ્ફોટકના મૂળ સ્ત્રોતની ઓળખ કરવા માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે. આ વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે ફરીદાબાદ આતંકી મૉડ્યૂલ અને દિલ્હી વિસ્ફોટના સબંધમાં કાશ્મીરમાં 13થી વધારે સ્થળો પર દરોડા પાડ્યા હતા અને એક ડૉક્ટર સહિત 10 લોકોની અટકાયત કરી હતી.
જમ્મુ કાશ્મીર પોલીસે આંતરરાજ્ય કટ્ટરપંથીઓના નેટવર્ક વિરૂદ્ધ પોતાની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે અઠવાડિયામાં પોલીસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 500થી વધારે સ્થળો પર દરોડા પાડ્યા છે. કસ્ટડીમાં લેવામાં આવેલા શંકાસ્પદોને બડગામ,અનંતનાગ,પુલવામા અને કુલગામ જિલ્લામાંથી દરોડા દરમિયાન ઉઠાવવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું, "બડગામમાં એક ડૉક્ટરની કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે અટકાયત કરવામાં આવી છે.શંકાસ્પદોને તેમની વિદેશ પ્રવાસ વિશે પૂછપરછ કરવામાં આવી છે." પોલીસ અધિકારીઓએ શંકાસ્પદોના ઇલેક્ટ્રોનિક ગેજેટ અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.
દિલ્હી બ્લાસ્ટની NIA કરી રહી છે તપાસ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આ હુમલાની તપાસ કરી રહ્યું છે. તે વિવિધ રાજ્યમાં ફેલાયેલા વ્હાઇટ કોલર આતંકી નેટવર્કના તાર જોડી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધી એક મહિલા સહિત ત્રણ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ચોથો ડૉક્ટર ડૉ.ઉમર નબીએ ડરના માર્યે કારમાં બોમ્બનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો જેમાં 13 લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં ATSએ કાનપુરથી એક મેડિકલ વિદ્યાર્થી ડૉ.મોહમ્મદ આરિફની અટકાયત કરી છે. તે રાજ્ય સંચાલિત ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં DM (કાર્ડિયોલોજી)નો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. અનંતનાગનો મૂળ રહેવાસી આરિફ પર પૂર્વ GSVM પ્રોફેસર ડૉ.સઇદની પૂછપરછ દરમિયાન કરવામાં આવેલા ખુલાસા બાદ ATSની નજર પડી હતી. ડૉ.સઇદને જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગજવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા વ્હાઇટ કોલર આતંકી મોડ્યૂલની તપાસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યુ કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટના દિવસે આરિફ, ડૉ.શાહીનના નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિઓ, જેમાં તેનો ભાઇ પરવેઝ પણ સામેલ છે સાથે ટેલિફોન પર સંપર્કમાં હતો.તપાસ કરનારાઓનું માનવું છે કે ગ્રુપે ડ્રાફ્ટ મેસેજની આપલે માટે એક ઇમેલ IDનો ઉપયોગ કર્યો હતો, આ એક એવી વિધિ છે જેનો ઉપયોગ આતંકી સંગઠન ઇલેક્ટ્રોનિક નજરથી બચવા માટે કરે છે. હુમલાને અંજામ આપનારા ડૉ.ઉમર નબી,ડૉ.મુજમ્મિલ ગનઇ અને ત્રીજો આરોપી ડૉ.અબ્દુલ રાથરને 2018માં શ્રીનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળ્યા હતા.તપાસ કરનારાઓએ ડૉ.ઉમર નબી અને ગનઇની કથિત ડાયરીઓ મળી છે જેમાં યોજના સંબંધિત જાણકારી હતી. આ ડાયરીમાં 8થી 12 નવેમ્બરની તારીખનો ઉલ્લેખ છે અને જમ્મુ કાશ્મીરના બે ડઝન કરતા વધુ લોકોએ કોડ શબ્દ અને નામ દર્જ છે.








