આતંકવાદના મુદ્દા પર અમિત શાહ-ફારૂક અબ્દુલ્લા આમને-સામને, જમ્મુ કાશ્મીર ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયું
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આતંકવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.આતંકવાદન

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આતંકવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.આતંકવાદના મુદ્દાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ એક બીજા પર પ્રહાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના નૌશારામાં કહ્યું કે ફારૂક અબ્દુલ્લા ઇચ્છે છે કે અમે આતંકવાદને લઇને પાકિસ્તાન સાથે વાતચીત કરીએ. અમિત શાહે કહ્યું કે આતંકવાદ ખતમ થવા સુધી અમે પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી.
ફારૂક અબ્દુલ્લા કહે છે કે તે આર્ટિકલ 370ને પરત લાવશે. ફારૂક સાહબ, હવે આર્ટિકલ 370 કોઇ પરત લાવી નથી શકતું. હવે બંકરોની જરૂર નથી કારણ કે ગોળી ચલાવવાની કોઇ હિમ્મત કરી નથી શકતું. જો ત્યાં ગોળી આવી તો ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે.
અમિત શાહના હુમલા પર ફારૂક અબ્દુલ્લાએ પણ પલટવાર કર્યો છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીન સાથે વાત કરી શકે છે જેમને આપણી બે હજાર કિલોમીટરની જમીન પર કબ્જો કર્યો છે. પાકિસ્તાન સાથે કેમ વાત કરતું નથી. આતંકવાદનો હલ કાઢવો પડશે, ક્યાર સુધી આપણા લોકો મરતા રહેશે.
અમિત શાહે કહ્યું કે, આતંકવાદને અમે પાતાળમાં દફનાવી દઇશું. આજે જમ્મુ કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. તે લોકો શેખ અબ્દુલ્લાનો ઝંડો પરત લાવવા માંગે છે. જમ્મુ કાશ્મીરમાં માત્ર આપણો જ તિરંગા લહેરાશે. તે ઇચ્છે છે કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરીએ. અમે આતંકવાદના ખતમ થવા સુધી પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી. તે આતંકવાદીઓને જેલમાંથી છોડવા માંગે છે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદને દફનાવી દીધી છે. કોઇ પણ આતંકવાદી અથવા પથ્થરબાજને જેલમાંથી છોડવામાં નહીં આવે.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ, NCએ કહ્યું કે પહાડીઓ, ગુર્જર બકરવાલ, દલિત, વાલ્મીકિ, ઓબીસી સમાજને જે અનામત આપવામાં આવ્યું તેના પર ફરીથી વિચાર કરવામાં આવશે. રાહુલ ગાંધી અમેરિકામાં જઇને કહે છે કે હવે તેમનો વિકાસ થઇ ગયો છે હવે તેમને અનામતની જરૂર નથી. રાહુલબાબા, અમે તમન અનામત હટાવવા નહીં દઇએ.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પહાડી ભાઇ-બહેનોના અનામતનો અધિકાર કોંગ્રેસ, NC અને PDPએ 70 વર્ષો સુધી છીનવી રાખ્યુ હતું. પહાડીઓને અનામત ના આપવાનો તેમનો નિર્ણય હતો. PM મોદીએ કહ્યું હતું- કોંગ્રેસ, NC અને PDPએ જે કરવું છે તે કરે. અમે પહાડીઓને અનામત આપીશું. જ્યારે પહાડીઓને અનામત આપવામાં આવ્યું તો ફારૂક સાહેબે અહીંના ગુર્જર ભાઇઓને ઉકસાવવાના શરૂ કર્યા કે તમારૂ અનામત જતું રહેશે. મે રાજૌરીમાં દાવો કર્યો હતો કે ગુર્જર બકરવાલનું અનામત એક ટકા પણ ઓછું નહીં થાય અને પહાડી ભાઇ-બહેનોને અનામત મળશે અને અમે પોતાનો તે દાવો નીભાવ્યો છે.
જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં બે રાજ્યોની તુલના કરી તો સંખ્યા બતાવે છે કે જમ્મુ કાશ્મીર ગુજરાતથી ઘણુ ઉપર છે...અમે પ્રગતિ કરી પરંતુ આ વર્ષોમાં તેમને શું વિકાસ કર્યો? શું કિંમતો ઓછી થઇ? શું બેરોજગારી ઓછી થઇ? હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પૂછવા માંગુ છું કે શું તેમને આતંકવાદને હટાવ્યો?
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ થઇ રહી છે વિધાનસભા ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. 2019માં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠક છે જેમાંથી 7 અનુસૂચિત જાતિઓ માટે અને 9 અનુસૂચિત જનજાતિઓ માટે રિઝર્વ છે. 18 સપ્ટેમ્બરે પ્રથમ ફેઝનું મતદાન થઇ ગયું છે. 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને 1 ઓક્ટોબરે ત્રીજા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.








