મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આવતીકાલે અમિત શાહે બોલાવી હાઈલેવલ મિટિંગ, બ્લાસ્ટના પાછળના જવાબદાર કારણોની થશે સમીક્ષા

દિલ્હીમાં કારમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ 10 લોકોના મોત નિપજ્યાં છે. આ ગંભીર દુર્ઘટના બાદ દિલ્હી સહિત દેશના મોટા શહેરો

આવતીકાલે અમિત શાહે બોલાવી હાઈલેવલ મિટિંગ, બ્લાસ્ટના પાછળના જવાબદાર કારણોની થશે સમીક્ષા

દિલ્હીમાં કારમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ 10 લોકોના મોત નિપજ્યાં છે. આ ગંભીર દુર્ઘટના બાદ દિલ્હી સહિત દેશના મોટા શહેરોમાં હાઈએલર્ટ અપાયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ એક્શનમાં આવી આવતીકાલે હાઈલેવલ બેઠક બોલાવી છે. બ્લાસ્ટના પાછળના જવાબદાર કારણોની સમીક્ષા થશે.  

જાણો સમગ્ર ઘટના 

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. 6થી 7 વાહલનો આગની ઝપેટે આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ધડાકો સામાન્ય નથી: CP

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે ધડાકો સામાન્ય નથી. 

i20 કારમાં બ્લાસ્ટ થયો

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઈની i20 કારમાં બ્લાસ્ટ થયો હતો. 

જાણો કયા રાજ્યો છે હાઇએલર્ટ પર

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હાઇઍલર્ટ જાહેર કરાયું છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઇ રહી છે. 

ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ

દિલ્હી વિસ્ફોટ બાદ, ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર પોલીસ એલર્ટ મોડમાં છે. સુરક્ષા કર્મચારીઓ સરહદ પર ફૂટપાથ પર કડક નજર રાખી રહ્યા છે. 84 કિલોમીટર ખુલ્લી સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો