મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, જાણો શું કહ્યું!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી અને ગલ્ફ દેશ પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે સંપૂર્ણ એકજૂથતા સાથે ઊભું છે.
વડાપ્રધાને ખાડી દેશમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ યુએઈના રાષ્ટ્રપતિનો આભાર પણ માન્યો હતો અને ઉમેર્યું હતું કે ભારત તણાવ ઘટાડવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાનું સમર્થન કરે છે.
સંયુક્ત આરબ અમીરાત પરના હુમલાની કડક નિંદા
વડાપ્રધાન મોદીએ કહ્યું, "મેં યુએઈના રાષ્ટ્રપતિ અને મારા ભાઈ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરી છે. મેં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. ભારત આ કઠિન સમયમાં યુએઈની પડખે છે."
ભારતીય સમુદાયની સુરક્ષા માટે આભાર
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે: અમે યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.






