મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના કોટા-બુંદીમાં બનશે એરપોર્ટ, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામા

રાજસ્થાનના કોટા-બુંદીમાં બનશે એરપોર્ટ, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

 કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં 6 લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર 8,307 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કુલ 9,814 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે મંત્રીમંડળમાં લેવાયેલા આ નિર્ણયો વિશે માહિતી આપી છે.

કોટા-બુંદી એરપોર્ટ માટે મફત જમીન આપશે રાજસ્થાન સરકાર

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટે મંગળવારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.એરપોર્ટ માટે 1,089 એકર જમીન રાજસ્થાન સરકાર મફતમાં આપશે. નવા એરપોર્ટની ક્ષમતા દર વર્ષે 20 લાખ મુસાફરોને સંભાળવાની હશે. 

AAI આ પ્રોજેક્ટ માટે તેના આંતરિક સ્ત્રોતોમાંથી ભંડોળ પૂરું પાડશે અને તે 24 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં, દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા 2014માં 74થી બમણી થઈ ગઈ જે 2025માં 162 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હવાઈ મુસાફરોની સંખ્યા પણ 2014 માં 16.8 કરોડથી વધીને આ વર્ષે 41.2 કરોડ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો