મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Ahmedabad news: શિવભક્તોમાં કૈલાસ માનસરોવર યાત્રા 2025ની ફરી શરૂઆતને લઈ ભારે ઉત્સાહ

અમદાવાદમાં શિવભક્તોમાં કૈલાસ માનસરોવર યાત્રા

Ahmedabad news: શિવભક્તોમાં કૈલાસ માનસરોવર યાત્રા 2025ની ફરી શરૂઆતને લઈ ભારે ઉત્સાહ

અમદાવાદમાં શિવભક્તોમાં કૈલાસ માનસરોવર યાત્રા 2025ની ફરી શરૂઆતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે 2020માં કોવિડ-19 અને ભારત-ચીન સરહદ વિવાદને કારણે બંધ થયેલી આ યાત્રાને ચીની સરકારે ભારતીયો માટે ફરી મંજૂરી આપી છે. 

કેદારનાથ અને અમરનાથ ઉપરાંત કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરી શકશે

આ વર્ષે શિવભક્તો કેદારનાથ અને અમરનાથ ઉપરાંત કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરી શકશે. ગુજરાતના યાત્રીઓ માટે આ યાત્રા 13 થી 15 દિવસની હશે, જે નેપાળના કાઠમંડુ થઈ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં પ્રવેશ સાથે શરૂ થશે.

પરમિટ સહિતના જરૂરી દસ્તાવેજોની આવશ્યકતા રહેશે

યાત્રા માટે ભારતીયોને ચીની ગ્રૂપ ટૂરિસ્ટ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમિટ સહિતના જરૂરી દસ્તાવેજોની આવશ્યકતા રહેશે, જે માટે ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો એક મહિના પહેલા ચીની દૂતાવાસમાં રજૂ કરવા પડશે. 

આ સમાચાર શેર કરો