યુ ટ્યુબ પર જોઈને છાપી નકલી નોટો, હજારો રૂપિયા બજારમાં વટાવ્યા બાદ ઝડપાયા
કહેવાય છે કે દરેક વસ્તુના જેટલા ફાયદા હોય છે તેટલા જ તેના ગેરફાયદા પણ હ

કહેવાય છે કે દરેક વસ્તુના જેટલા ફાયદા હોય છે તેટલા જ તેના ગેરફાયદા પણ હોય છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તે વરદાન છે અને જો અયોગ્ય રીતે તેનો ઉપયોગ થયો તેને અભિશાપ બનતા સામે નથી લાગતો. હાલના સામેમાંઆ તેનું મોટું ઉદાહરણ ઈન્ટરનેટ છે. આ માધ્યમ એવું છે કે આની ઉપર તમામ પ્રકારની માહિતી આપણને મળી રહે છે.
ઇન્ટરનેટના ઉપયોગથી જ એક વ્યક્તિએ નકલી નોટ બનાવવાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો! આ ચોંકાવનારો કિસ્સો છે ઉત્તરપ્રદેશનો જ્યાં એક વ્યક્તિએ યુ ટ્યુબ વીડિયોમાંથી શીખીને નકલી નોટો બનાવી નાખી.
આ પણ વાંચો: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
પોલીસે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી બે લોકોની ધરપકડ કરી છે. આ બંને લોકો નકલી નોટોના ધંધામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ નકલી નોટો બનાવતા હતા અને પછી તેને બજારમાં ફરતી કરતા હતા. આ રીતે તેઓએ 30,000 રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સતીશ રાય અને પ્રમોદ મિશ્રા આમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી એક પ્રિન્ટર મળી આવ્યું છે જેના પર તેઓ 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા.
આરોપીઓ રૂ.500ની આ નકલી નોટો રૂ.10ના સ્ટેમ્પ પેપર પર છાપતા હતા. તેણે આ સ્ટેમ્પ પેપર મિર્ઝાપુરથી ખરીદ્યા હતા. તમામ નોટોના સીરીયલ નંબર એક જ હતા. બંને આરોપીઓ સોનભદ્રના રામગઢ માર્કેટમાં 10,000 રૂપિયાની નવી નકલી નોટો વટાવવા જઈ રહ્યા હતા, જ્યાં પોલીસે તેઓને પકડી લીધા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણી જીતવા RSSએ સંભાળ્યો મોરચો, ઉતારી 'સ્પેશ્યલ 65' ટીમ
પોલીસનું કહેવું છે કે તેમની પાસેથી 500 રૂપિયાની 20 નકલી નોટો મળી આવી છે. આ નોટોને જોઈને, કોઈ પણ વ્યક્તિ ઓળખી શકતું નથી કે તે નકલી છે કે અસલી, સિવાય કે તેને જોનાર વ્યક્તિ અસલ નોટની તમામ વિશેષતાઓ જાણતો ન હોય. આ લોકો વ્યવસાયે મિનરલ વોટરની જાહેરાતો છાપતા હતા. બાદમાં તે યુ ટ્યુબ પરથી જોઈને નકલી નોટ છાપવાનું પણ શીખ્યો હતો. પોલીસે તેમની પાસેથી અલ્ટો કાર, નોટો બનાવવા માટે વપરાતા સાધનો, એક લેપટોપ, એક પ્રિન્ટર અને 27 સ્ટેમ્પ પેપર જપ્ત કર્યા છે.








