મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જેમાં સૈન્યએ એક આતંકીને ઠાર મ

સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં  સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જેમાં સૈન્યએ એક આતંકીને ઠાર મારવામાં સફળતા મળી છે. હાલ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. 

કાશ્મીર ઝોન પોલાસે જણાવ્યું કે, બારામુલાના સોપાર વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી  હતી. જે બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધું હતું. જે બાદ સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપવા ફાયરિંગ કર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. 

આ પણ વાંચો: VIDEO/ J-K વિધાનસભામાં સતત ત્રીજા દિવસે હંગામો, ધારાસભ્યો વચ્ચે મારામારી

 

હાલ ઓપરેશન ચાલુ

હાલ ઓપરેશન ચાલુ છે. આ પહેલા શુક્રવારે સોપોરના સાગીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ સમાચાર શેર કરો