VIDEO/ J-K વિધાનસભામાં સતત ત્રીજા દિવસે હંગામો, ધારાસભ્યો વચ્ચે મારામારી
-
સત્ર શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યો ઉભા થઈ ગયા અને પીડીપી અને સ્પીકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્રના પાંચમા દિવસે સત્ર શરૂ થતાં જ કલમ 370 મુદ્દે હોબાળો શરૂ થયો હતો. એન્જિનિયર રાશિદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખને માર્શલો દ્વારા ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા. ગૃહમાં ભાજપ કલમ 370 વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યું છે.
આ પણ વાંચો : VIDEO/ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી અને મારામારી
આજે હંગામો શરૂ થયા બાદ પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સત્ર શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યો ઉભા થઈ ગયા અને પીડીપી અને સ્પીકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
ધારા 370ને પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે વિધાનસભામાં હંગામો થયો હતો. ગૃહમાં આ હંગામો કલમ 370ની પુનઃસ્થાપના સંબંધિત બે પ્રસ્તાવોને લઈને થઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ફરી યુદ્ધનો અખાડો બની ગઈ
અનુચ્છેદ 370 અને 35A, આ બે એવા પ્રસ્તાવ છે જેના કારણે વિધાનસભા છેલ્લા બે દિવસથી કુસ્તીના અખાડા જેવું જોવા મળી રહી છે. આજે પણ ભારે હંગામો થયો હતો. ધારાસભ્યોએ એકબીજા સાથે મારામારી શરૂ કરી હતી. દરમિયાન માર્શલ્સ ત્યાં પહોંચ્યા અને ખુર્શીદ શેખને પકડીને ગૃહની બહાર લઈ ગયા હતા. આ દરમિયાન તે પડી પણ ગયો હતો. આ પછી પણ ભાજપના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ ચાલુ રહ્યો હતો. તેઓએ 'હાય-હાય'ના નારા લગાવ્યા.
'અમે કલમ 370 સ્વીકારતા નથી, અમે કંઈપણ ભૂલ્યા નથી'
ગુરુવારે પણ જ્યારે વિધાનસભાની અંદર ધારાસભ્યો વચ્ચે ભારે હંગામો અને ટક્કર ચાલી રહી હતી ત્યારે સીએમ ઓમર અબ્દુલ્લા પોતાની સીટ પર બેસીને ખૂબ જ શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આજે તેમણે આ સમગ્ર વિવાદ પર કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવથી વિશ્વને જણાવવામાં આવ્યું છે કે અહીંના લોકો શું ઈચ્છે છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ 2020ના રોજ જે પણ થયું તે અમને સ્વીકાર્ય નથી. અમે કશું ભૂલ્યા નથી. અમે એસેમ્બલી દ્વારા વસ્તુઓ કેવી રીતે લાવવી તે જાણીએ છીએ.
ગઈ કાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શું થયું?
લંગેટ વિધાનસભા બેઠક પરથી અવામી ઇત્તેદાહ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે સદનમાં કલમ 370નું બેનર ફરકાવ્યૂ હતું. અને હંગામો શરૂ થયો.
કલમ 370 હટાવવાના નારા સાથેના બેનરથી ગૃહમાં વાતાવરણ એટલું ગરમાઈ ગયું કે મહાભારત ફાટી નીકળ્યું.
ભાજપના ધારાસભ્યોએ ખુર્શીદ શેખ પાસેથી પોસ્ટર છીનવી લીધું અને પછી તેના ટુકડા કરી નાખ્યા.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગૃહમાં પોતાની સીટ પર બેસીને આરામથી આ દ્રશ્ય જોતા રહ્યા.
ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્પીકર દરેકને પોતાની સીટ પર બેસીને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા હતા.
વાતાવરણ એટલું ગરમાઈ ગયું કે માર્શલે આવીને હંગામો મચાવતા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને બહાર લઈ ગયા હતા.

